ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 64 અને નિફ્ટી 23 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 64.96 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 57,790.56ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 23.40 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 17,225ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: છેલ્લા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 64 અને નિફ્ટી 23 પોઈન્ટ ગગડ્યો
Stock Market India: છેલ્લા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 64 અને નિફ્ટી 23 પોઈન્ટ ગગડ્યો
author img

By

Published : Dec 17, 2021, 11:01 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેના કારણે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત પણ નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 64.96 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 57,790.56ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 23.40 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 17,225ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Manish Maheshwari Resigns: ટ્વિટર ઇન્ડિયાને મનીષ મહેશ્વરીએ કહ્યું અલવિદા, શિક્ષણ ક્ષેત્રે કામ કરવા લીધો નિર્ણય

આજે આ સ્ટોક રહેશે ચર્ચામાં

આજે દિવસભર સૌથી વધુ વેબસોલ એનર્જી સિસ્ટમ (Websol Energy System), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance), આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટ (IIFL Wealth Management), સમભાવ મીડિયા (Sambhaav Media), એન્જિનિયર્સ ઈન્ડિયા (Engineers India), યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), ગ્રીનપેનલ ઈન્ડસ્ટ્રીઝ (Greenpanel Industries), રેડેક્સ પ્રોટેક (Redex Protech), ટીવીએસ મોટર્સ કંપની (TVS Motors Company)ના શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયા 76.10ના નીચલા સ્તર પર પહોંચ્યો

વૈશ્વિક બજાર પર એક નજર

આજે એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 51.50 પોઈન્ટ ઘટ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.92 ટકાના ઘટાડા સાથે 28,799.60ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.11 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.12 ટકાના વધારા સાથે 17,806.76ના સ્તર પર જોવા મળી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 0.68 ટકાના ઘટાડા સાથે 23,315.25ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.55 ટકાના વધારા સાથે 3,654.82ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.