ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે ન જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 20 અને નિફ્ટી 5 પોઈન્ટ ગગડ્યો - કોવિડના નવા વેરિયન્ટ ઓમિક્રોન

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) સ્ટોક માર્કેટ (Stock Market India) નજીવા ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 20.46 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 58,786.67ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 5.55 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 17,511.30ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે ન જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 20 અને નિફ્ટી 5 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Dec 10, 2021, 4:28 PM IST

  • ભારતીય સ્ટોક માર્કેટ નજીવા ઘટાડા સાથે થયું બંધ
  • સપ્તાહના છેલ્લા દિવસે સ્ટોક માર્કેટમાં ન જોવા મળ્યો ઉછાળો
  • સેન્સેક્સ 20 અને નિફ્ટી 5 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ હતી. જ્યારે દિવસભર પણ કોઈ ઉછાળો જોવા મળ્યો નહતો અને છેવટે આજે સ્ટોક માર્કેટ (Stock Market India) નજીવા ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 20.46 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 58,786.67ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 5.55 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 17,511.30ના સ્તર પર બંધ થયો છે. જોકે, સેન્સેક્સ 58,000ને પાર યથાવત્ રહેવામાં સફળ થયો છે.

આ પણ વાંચો- DoT releases Bank Guarantee: ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે એરટેલ, વોડા આઈડિયા, જિયોને બેન્ક ગેરન્ટી જાહેર કરી

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ વાત કરીએ તો, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 3.29 ટકા, ગ્રેસિમ (Grasim) 1.54 ટકા, એસબીઆઈ (SBI) 1.24 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 1.23 ટકા, એમ એન્ડ એમ (M&M) 1.01 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -1.54 ટકા, ટાઈટન કંપની (Titan Company) -1.42 ટકા, એચડીએફસી (HDFC) -1.17 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.02 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -1.01 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Income tax Returns : રિટર્ન્સ ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ, જાણો...

સ્ટોક માર્કેટ અંગે નિષ્ણાતનો મત

વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર અજય સરાઓગીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક શેર બજારો (World Stock Market) માટે વર્તમાન સપ્તાહ પોઝિટીવ સાબિત થયું છે. કોવિડના નવા વેરિયન્ટ ઓમિક્રોનને (The new variant of Kovid is Omicron) લઈને ખતરો ઓછો હોવા સંબંધી અહેવાલોને કારણે બજારોને રાહત મળી છે અને રોકાણકારોની વેચવાલી અટકવા સાથે શોર્ટ કવરિંગ પાછળ બજારો સુધર્યા છે. અલબત્ત, આપણે એમ ના કહી શકીએ તો કોવિડના નવા વેરિઅન્ટનો (The new variant of Kovid is Omicron) ખતરો સંપૂર્ણપણે દૂર થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રવિ સિઝનમાં કૃષિ વાવેતર બમ્પર જોવા મળે તેવી શક્યતા છે. અત્યાર સુધી હવામાન સાનૂકૂળ રહ્યું છે. આ ઉપરાંત વિવિધ કૃષિ પેદાશોના ભાવ પણ સારા છે. એમ ખરીફ બાદ રવિ સિઝન પણ ગ્રામીણ અર્થતંત્ર માટે સપોર્ટિવ બની રહેશે, જે ઓટો સહિતના ક્ષેત્રોમાં રિવાઈવલ લાવી શકે છે. જોકે, માર્કેટમાં વોલેટિલિટી નોંધપાત્ર સમય સુધી ઊંચી જળવાય એવું જણાય છે અને તેથી પોઝિશન પર પ્રોફિટ બુક કરતાં રહેવામાં શાણપણ છે.

સેન્સેક્સ -20.46

ખૂલ્યોઃ 58,696.71

બંધઃ 58,786.67

હાઈઃ 58,859.91

લોઃ 58,414.76

NSE નિફ્ટીઃ -5.55

ખૂલ્યોઃ 17,476.05

બંધઃ 17,511.30

હાઈઃ 17,534.35

લોઃ 17,405.25

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.