અમદાવાદઃ ભારતીય શેર બજાર (Stock Market India) પર ત્રણ દિવસના ઉછાળા પછી આજે ફરી એક વાર બ્રેક લાગી છે. સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Stock Market India) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 770.31 પોઈન્ટ (1.29 ટકા)ના ઘટાડા સાથે 58,788.02ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 219.80 પોઈન્ટ (1.24 ટકા) ગગડીને 17,560.20ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ Union Budget 2022 : ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવા હેતું સાથે નાણાપ્રધાને ચોથા બજેટમાં રજૂઆત કરી
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ
આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 2.93 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 2.44 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.01 ટકા, આઈટીસી (ITC) 0.99 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 0.92 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, એચડીએફસી (HDFC) -3.26 ટકા, એનટીપીસી (NTPC) -3.19 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -2.72 ટકા, ગ્રેસિમ (Grasim) -2.55 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચોઃ Benefits of Equity Linked Savings Scheme: જાણો, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ અને તેના ફાયદા
માન્યવરનો IPO આવતીકાલે આવશે
વેદાન્તા ફેશન્સ લિમિટેડનો IPO પબ્લિક સબસ્ક્રિપ્શન માટે (Manyavar IPO) આવતીકાલે (શુક્રવારે) ત્રણ દિવસ માટે ખૂલશે. જ્યારે 8 ફેબ્રુઆરીએ બંધ થશે. એથનિક વેર બ્રાન્ડ મન્યાવરની માલિકીની કંપનીના IPO (Manyavar IPO) માટે 824-866 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. બજારના નિષ્ણાતોના મતે, વેદાન્ત ફેશન્સના શેર્સનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને 43 રૂપિયા થયું છે. કંપનીના શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 16 ફેબ્રુઆરી 2022ના દિવસે થવાનું અનુમાન છે.
ગ્રાફિક્સઃ
સેન્સેક્સઃ -770.31
ખૂલ્યોઃ 59,528.16
બંધઃ 58,788.02
હાઈઃ 59,557.87
લોઃ 58,653.94
NSE નિફ્ટીઃ -219.80
ખૂલ્યોઃ 17,767.75
બંધઃ 17,560.20
હાઈઃ 17,781.15
લોઃ 17,511.15