ETV Bharat / business

Stock Market India: બીજો દિવસ 'મંગળ' સાબિત થયો, સેન્સેક્સ 497 અને નિફ્ટી 156 પોઈન્ટ ઉછળ્યો - બજેટ પહેલા વડાપ્રધાનની બેઠક

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. ત્યારે આજનો દિવસ સ્ટોક માર્કેટ માટે (Stock Market India) મંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 497 પોઈન્ટ (0.89 ટકા)ના ઉછાળા સાથે 56,319.01ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 156.65 પોઈન્ટ (0.94 ટકા)ની મજબૂતી સાથે 16,770.95ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: બીજો દિવસ 'મંગળ' સાબિત થયો, સેન્સેક્સ 497 અને નિફ્ટી 156 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Dec 21, 2021, 4:03 PM IST

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે જોવા મળ્યું હતું. ત્યારે આજે (મંગળવારે) બીજા દિવસે સ્ટોક માર્કેટ (Stock Market India) તેજી સાથે બંધ થતા આજનો દિવસ મંગળ રહ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 497 પોઈન્ટ (0.89 ટકા)ના ઉછાળા સાથે 56,319.01ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 156.65 પોઈન્ટ (0.94 ટકા)ની મજબૂતી સાથે 16,770.95ના સ્તર પર બંધ થયો છે. તો આજે મિડકેપ, સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદી જોવા મળી હતી. આ સિવાય નિફ્ટી બેન્કમાં 6 દિવસના ઘટાડા પછી આજના વેપારમાં તેજી જોવા મળી છે.

આ પણ વાંચો- Illness to wellness: સ્વાસ્થ્ય વીમો લેતી વખતે આ બાબતોનું રાખશો ધ્યાન તો થશે ફાયદો...

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, એસસીએલ ટેક (HCL Tech) 3.89 ટકા, વિપ્રો (Wipro) 3.73 ટકા, યુપીએલ (UPL) 3.58 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.41 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 3 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) -1.55 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -1.26 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -0.85 ટકા, કિપ્લા (Cipla) -0.79 ટકા, એસબીઆઈ (SBI) -0.71 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Advice for Market Investment: વ્યક્તિગત રોકાણ વ્યૂહરચના નક્કી કરવાના મંત્ર જાણો

વડાપ્રધાને બજેટ પહેલા બેન્કિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલિકોમ સેક્ટરના CEO સાથે કરી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈન્ડસ્ટ્રીના અલગ અલગ સેક્ટર્સના લોકો સાથે વાતચીત (Prime Minister Narendra Modi industrialist meeting) કરી હતી. નાણાકીય વર્ષ 2022-23ના બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister's meeting before the budget) આ બીજી બેઠક યોજી છે. વડાપ્રધાને ઉદ્યોગ જગતના નેતાઓને તેમના ઈનપુટ અને મંતવ્યો માટે આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને બેઠક દરમિયાન PLI પ્રોત્સાહન જેવી નીતિઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.