ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે ન જોવા મળી તેજી, નિફ્ટી 263 પોઈન્ટ તૂટી 17,000ની નીચે પહોંચ્યો - સ્ટોક માર્કેટ ન્યૂઝ

ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) આજે (શુક્રવારે) સપ્તાહના છેલ્લા દિવસે પણ કોઈ તેજી જોવા મળી નહતી. આજે બજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ બંને નબળું રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 889.40 પોઈન્ટ (1.54 ટકા)ના ઘટાડા સાથે 57,011.74ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 263.20 પોઈન્ટ (1.53 ટકા)ના ઘટાડા સાથે 16,985.20ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે ન જોવા મળી તેજી, નિફ્ટી 263 પોઈન્ટ તૂટી 17,000ની નીચે પહોંચ્યો

author img

By

Published : Dec 17, 2021, 4:08 PM IST

અમદાવાદઃ ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત આજે નબળાઈ સાથે થઈ હતી. જ્યારે આજે (શુક્રવારે) સ્ટોક માર્કેટ (Stock Market India) મોટા ગાબડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 889.40 પોઈન્ટ (1.54 ટકા)ના ઘટાડા સાથે 57,011.74ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 263.20 પોઈન્ટ (1.53 ટકા)ના ઘટાડા સાથે 16,985.20ના સ્તર પર બંધ થયો છે. તો આ તરફ નિફ્ટી બેન્ક સતત 5મા દિવસે ઘટાડા સાથે બંધ થયો છે. તો મિડકેપ, સ્મોલકેપ સ્ટોક્સમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, વિપ્રો (Wipro) 4.11 ટકા, ઈન્ફોસિસ (Infosys) 2.78 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 1 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 0.84 ટકા, સન ફાર્મા (Sun Pharma) 0.59 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) - 4.88 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) - 4.42 ટકા, ઓએનજીસી (ONGC) -4.09 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -3.60 ટકા, એચયુએલ (HUL) -3.43 ટકા ગગડ્યા છે.

સ્ટોક માર્કેટ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સેન્ટ્રલ બેન્કર્સનું વલણ હોકિશ બન્યું છે. ફેડે 2022માં ત્રણ રેટ વૃદ્ધિની શક્યતા દર્શાવી છે. જ્યારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે રેટમાં વૃદ્ધિની જાહેરાત કરી છે. ECBએ પણ સ્ટિમ્યૂલસને લઈને સખત નિવેદનો કર્યા છે. આમ, માર્કેટના સેન્ટિમેન્ટ પર શોર્ટ ટર્મ માટે એક નેગેટિવ અસર ઊભી થઈ છે. જોકે, બજારો ઘણા સમયથી આ બાબત ચર્ચી રહ્યા હતા અને તેથી ઘણે અંશે તે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. તો નિફ્ટીમાં 17,140નો સપોર્ટ છે, જે તૂટતાં તે વધુ ઘટાડો દર્શાવશે. જ્યારે ઉપરમાં 17,340નું સ્તર પાર થતા શોર્ટ કવરિંગ પાછળ 17,660 તરફનો સુધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ New Arrival in India: જાન્યુઆરીમાં રજૂ કરવામા આવી શકે છે 5G ટેસ્ટ પ્લેટફોર્મ, ટેલિકોમ સચિવનું નિવેદન

ઓમિક્રોનના કેસ છતાં રેટમાં વૃદ્ધિ થતા અર્થશાસ્ત્રીઓ આશ્ચર્યમાં મૂકાયાઃ નિષ્ણાત

તો વેલ્થ સ્ટ્રિટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક તરફ દેશમાં ઓમિક્રોન અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ત્યારે રેટ વૃદ્ધિ કરીને તેણે સ્થાનિક અર્થશાસ્ત્રીઓને આશ્ચર્ય આપ્યું હતું. આ અગાઉ કેનેડાની સેન્ટ્રલ બેન્કે બોન્ડ બાઈંગને ઓચિંતુ બંધ કર્યું હતું. આમ, વિકસિત અર્થતંત્રોમાં ઈઝી લિક્વિડિટી દૂર થવાથી તેની વૈશ્વિક અસરો પડશે. ગયા સપ્તાહે રિઝર્વ બેન્કે સ્થાનિક સ્તરે રેટ વૃદ્ધિ અંગે કોઈ રોડ મેપ નહીં આપવાની સાથે એકોમોડેટિવ વલણ પણ જાળવ્યું હતું. જો ફેડ રિઝર્વે રેટ વૃદ્ધિમાં આગળ વધશે તો RBI શું કરશે તે જોવાનું રહેશે. શેર બજારે ટેપરિંગ અને રેટ વૃદ્ધિ જેવા મોટા કારણો આ ભાવમાં ડિસ્કાઉન્ટ કરી દીધા છે. બીજી તરફ તેના માટે સુધરવા કોઈ પોઝિટીવ ટ્રિગર્સ પણ સાંપડી રહ્યાં નથી. આમ, 2 બાજુની વધઘટ વચ્ચે તે 5-8 ટકાની રેન્જમાં અથડાયેલું જોવા મળી શકે છે. સરકાર માટે મહત્વાકાંક્ષી એવા LIC IPO વખતે બજાર ફરી ગરમ બની શકે છે. ત્યાં સુધી બજારમાં સ્ટોક સ્પેસિફિક તકો પર નજર નાખતાં રહેવાનું સૂચન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.