ETV Bharat / business

Stock Market India: શેર બજારમાં ઐતિહાસિક તેજી સાથે 2021ને અલવિદા, 2022માં નવી તેજીનો આશાવાદ - ભારતીય સ્ટોક માર્કેટ અપડેટ

આજે (શુક્રવાર) સપ્તાહના અને વર્ષ 2021ના છેલ્લા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 459.50 પોઈન્ટ (0.80 ટકા)ના ઉછાળા સાથે 58,253.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 150.10 પોઈન્ટ (0.87 ટકા)ની મજબૂતી સાથે 17,354.05ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: શેર બજારમાં ઐતિહાસિક તેજી સાથે 2021ને અલવિદા, 2022માં નવી તેજીનો આશાવાદ

author img

By

Published : Dec 31, 2021, 4:23 PM IST

અમદાવાદઃ આજે (શુક્રવાર) સપ્તાહનો છેલ્લા દિવસની સાથે વર્ષ 2021નો પણ છેલ્લો દિવસ છે. ત્યારે આજે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange)459.50 પોઈન્ટ (0.80 ટકા)ના ઉછાળા સાથે 58,253.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 150.10 પોઈન્ટ (0.87 ટકા)ની મજબૂતી સાથે 17,354.05ના સ્તર પર બંધ થયો છે. ત્યારે આજે BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી. તો મેટલ, ઓટો, બેન્કિંગ શેર્સમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. બીજી તરફ મીડકેપ, સ્મોલકેપ શેર્સમાં પણ સારી તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો- Invest in a mutual fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીત વિશે જાણો...

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) 5.52 ટકા, ટાઈટન કંપની (Titan Company) 3.19 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultratech Cement) 2.67 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.41 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 2.37 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, એનટીપીસી (NTPC) -1.97 ટકા, કિપ્લા (Cipla) -0.95 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -0.50 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -0.46 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -0.07 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- IT Tips for all: છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ, અત્યારે જ બચત યોજનાઓ પસંદ કરો

નિષ્ણાતોના મતે...

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર અજય સરાઓગીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય બજારને (Stock Market India) લઈને એક મહત્ત્વની બાબત એ છે કે, 2021માં તેણે દર્શાવેલો સુધારો વિદેશી સંસ્થાકીય રોકાણકારોને આભારી નહતો અને તે સ્થાનિક ફંડ્સ તથા રિટેલ ઈન્વેસ્ટર્સના રોકાણ પર આધારિત હતો. રિટેલ ફ્લો આગામી સમયગાળા દરમિયાન પણ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે. એક એસેટ ક્લાસ તરીકે વર્ષ 2022માં પણ ઈક્વિટી લાઈમલાઈટમાં રહેશે. કેમ કે, ગોલ્ડ 2019 અને 2020 બાદ ફરી એક વાર વર્ષ 2021માં રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીઝ સામે રેગ્યુલેશન સંબંધી પડકારો હંમેશા ઊભા રહેશે. ચીન જેવા વિશ્વના બીજા મોટા અર્થતંત્રે ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકાર પણ આગામી વર્ષે ક્રિપ્ટોને લઈને રેગ્યુલેશન લાવવાની છે. આમ, ક્રિપ્ટોએ વ્યાપક વર્ગને આકર્ષી શકશે નહીં. આ સ્થિતિમાં ઈક્વિટીઝ એક માત્ર સર્વસ્વીકૃત એસેટ ક્લાસ તરીકે જળવાશે ત્યારે રોકાણકારોએ માર્કેટને ટાઈમ કરવા કરતાં સિસ્ટમેટિક ધોરણે રોકાણનો વિકલ્પ અપનાવવો જોઈએ."

સેન્સેક્સઃ +459.50

ખૂલ્યોઃ 57,849.76

બંધઃ 58,253.82

હાઈઃ 58,409.30

લોઃ 57,846.52

NSE નિફ્ટીઃ +150.10

ખૂલ્યોઃ 17,244.50

બંધઃ 17,354.05

હાઈઃ 17,400.80

લોઃ 17,238.50

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.