અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 339.34ના વધારા સાથે 60,956.23ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી (Nifty of National Stock Market) 101.90 પોઈન્ટ (0.56 ટકા)ની તેજી સાથે 18,157.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારની સ્થિતિ
વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે એશિયન સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 145 પોઈન્ટની ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.86 ટકાની મજબૂતી સાથે 28,748.21ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 0.13 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.14 ટકાના વધારા સાથે 18,313.46ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 1.80 ટકાની તેજી સાથે 24,165.77ના સ્તર પર જોવા મળી રહ્યું છે. કોસ્પીમાં 1.34 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.30 ટકાના વધારા સાથે 3,578.10ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો ગઈકાલે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા હતા.
આ પણ વાંચો- Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી
આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર ઈન્ફોસિસ (Infosys), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (Tata Consultancy Services), વિપ્રો (Wipro), ઈન્ડબેન્ક મર્ચન્ટ બેન્કિંગ સર્વિસીઝ (IndBank Merchant Banking Services), અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement), ડેલ્ટા કોર્પ (Delta Corp), ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products), પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ (PI Industries) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.