- શેરબજારમાં ત્રીજા દિવસે મજબૂતી
- એશિયાઈ સ્ટોક માર્કેટમાં સુધારો
- બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી
અમદાવાદ: અમેરિકન સ્ટોક માર્કેટ સતત ત્રણ દિવસ (Bull Run In Stock Market) ઉપર બંધ રહ્યા છે, જેને પગલે આજે એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ ભારતીય શેરબજારમાં સુધારો આગળ વધ્યો હતો. એફઆઈઆઈની નવી વેચવાલી ઘટી હતી, અને સ્થાનિક ફંડોની નવી લેવાલીનો ટેકો (Stock market bullish hat trick) હતો, જેથી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું હતું.
BSE સેન્સેક્સ 157.45 વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 58,649.68ની સામે આજે સવારે 58,831.41 ખૂલીને શરૂમાં ઘટી 58,340.85 થઈ અને ત્યાંથી વધી 58,889.96 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 58,807.13 બંધ થયો હતો, જે 157.45(0.27 ટકા)નો સુધારો (BSE Sensex rise 157 points) દર્શાવે છે.
NSE નિફટી 47.10 વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 17,469.75ની સામે આજે સવારે 17,524.40 ખૂલીને શરૂમાં ઘટી 17,379.60 થઈ અને ત્યાંથી વધી 17,543.25 થઈ અને ટ્રેટિંગ સેશનને અંતે 17,516.85 બંધ થયો હતો, જે 47.10(0.27 ટકા)ની મજબૂતી દર્શાવે છે.
સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ વધ્યા
આજે શેરબજારમાં બેતરફી વધઘટ જોવા મળી હતી, જો કે સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફટી પ્લસ બંધ આવ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી ખરીદી (New buying in market) હતી. તેમજ એફએમસીજી અને ક્નઝ્યુમર ગુડ્ઝ સેકટરના શેરોમાં નવી લેવાલી (Stock market bullish hat trick) આવી હતી.
ખાવાપીવાની ચીજો સાથે જોડાયેલી કંપનીના શેરમાં તેજી
શેરબજારમાં આજે ખાવાપીવાની ચીજો જોડાયેલી કંપનીઓના શેરોમાં નવી લેવાલી (Stock market bullish hat trick) આવી હતી, અને શેરોના ભાવ વધ્યા હતા. દેવયાની ઈન્ટરનેશનલ, બર્ગર કિંગ અને બારબિક્યૂ નેશનના શેરોમાં ભારે ખરીદી આવી હતી. કોરોના વાયરસ દરમિયાન આ ઈન્ડસ્ટ્રીઝને હલાવી મુકી દીધી હતી, પણ હવે રેસ્ટોરન્ટ પુરજોશમાં ખુલી ગઈ છે. અને લોકોની લાઈફ નોર્મલ થઈ ગઈ છે. જેથી રેસ્ટોરન્ટની આવકમાં વધારો થયો છે. આથી હવે ખાવાપીવાની ચીજ સાથે જોડાયેલી કંપનીઓના પ્રોફિટ વધીને આવશે તે ગણતરીએ શેરોમાં નવી ખરીદી (New buying in market) આવી હતી.
ટોપ ગેઈનર્સ
આજે આઈટીસી(4.60 ટકા), લાર્સન(3.06 ટકા), એશિયન પેઈન્ટ(2.23 ટકા), રીલાયન્સ(1.59 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.24 ટકા) સાથે સૌથી વધુ ઊંચકાયેલા શેરો રહ્યા હતાં.
ટોપ લુઝર્સ
જ્યારે એચડીએફસી બેંક(1.67 ટકા), ટિટાન કંપની(1.32 ટકા), નેશ્લે(0.99 ટકા), એનટીપીસી(0.94 ટકા) અને પાવરગ્રીડ(0.83 ટકા) સૌથી વધુ ગગડેલા શેર રહ્યા હતાં.
આ પણ વાંચોઃ MapMyIndia In Capital Market: સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો IPO 09 ડિસેમ્બરે ખૂલશે
આ પણ વાંચોઃ Business News: RBIએ નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા