ઍમેઝોનના આ સેલમાં સ્માર્ટફોન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, લાર્જ એપ્લાયન્સ, ટીવી, સ્પોર્ટ અને ફિટનેસ સહિતની હજારો આઈટમ્સ મળશે.
આ સેલ દરમિયાન ગ્રાહક ઍમેઝોન પર 17 કરોડથી વધારે વસ્તુઓની ખરીદી કરી શકે છે. ઍમેઝોન ઈન્ડિયાના ઉપાધ્યક્ષ મનીષ તિવારીએ કહ્યુ કે, ઍમેઝોન સમર સેલમાં તે બધી જ વસ્તુને પ્રસ્તુત કરવામાં આવશે જેની જરુરીયાત ગ્રાહકોને આ સીઝનમાં હોય છે.
આ સેલમાં સારી ડીલ્સ, ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ ઈએમઆઈ અને અનુકૂળ વિનિમયના વિકલ્પો ઉપલ્બ્ધ હશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, ઍમેઝોન સમર સેલ દરમિયાન OnePlus, એપલ, સેમસંગ, Oppo, Xiaomi, રૉ, Hush Puppies, સિમ્બલ, યુસીબી, પુમા, Veromoda, Yuespolo, બિઇંગ હ્યુમન, જેક અને જોન્સ, રૈંગલર, Biba, જેબીએલ, બોસ, સની, એલજી, બીપીએલ, ટીસીએલ, બોશ, વ્હર્લપૂલ, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર મળશે.
ગ્રાહકો બજાજ ફાઈનાન્સ કાર્ડ્સ, ડેબિટ અને ક્રેડીટ કાર્ડ પર નો કોસ્ટ ઈએમઆઈ સાથે 10 કરોડથી પણ વધારે વસ્તુઓની ખરીદી કરી શકે છે.