- વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજારની મજબૂત શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 68.14 તો નિફ્ટી (Nifty) 13.80 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (ગુરૂવારે) સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની (Share Market) મજબૂતી સાથે શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 68.14 પોઈન્ટ (0.13 ટકા)ની મજબૂતી સાથે 54,437.91ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 13.80 પોઈન્ટ (0.08 ટકા)ના વધારા સાથે 16,272.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- Goldની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, Goldની કિંમતમાં 8,750 રૂપિયાનો ઘટાડો
આ શેર્સ પર સૌની નજર રહેશે
આજે દિવસભર રોકાણકારોની નજર રિલાયન્સ (Reliance), એસબીઆઈ લાઈફ (SBI Life), વોડાફોન આઈડિયા (Vodafone Idea), એસસીઆઈ (SCI), ડોક્ટર રેડ્ડીઝ (Dr. Reddys), કોચિન શિપયાર્ડ (Cochin Shipyard), ગ્રિનપ્લાય ઈન્ડ (Greenply Ind) જેવા શેર્સ પર રહેશે.
આ પણ વાંચો- SBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું
વૈશ્વિક બજારમાં (Global Market) મિશ્ર વેપાર જોવા મળ્યો
વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો ડાઉ ફ્યુચર્સ (Dow Futures) પણ 65 પોઈન્ટની ઉપર વેપાર કરી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 24 પોઈન્ટની ઉપર વેપાર કરી રહ્યો છે. આ સાથે જે જાપાનનું બજાર નિક્કેઈ (Nikkei) 0.34 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.02 ટકાના સામાન્ય ઘટાડા સાથે 17,619.50ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. હેંગસેંગ 0.29 ટકાના વધારા સાથે 26,502.96ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.08 ટકાનો સામાન્ય ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.10 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.