ETV Bharat / business

Share Market: બકરી ઈદના કારણે આજે શેર બજાર બંધ રહેશે - ભારતના પેન્શન ફંડ

સપ્તાહના ત્રીજા દિવસે આજે બકરી ઈદ હોવાના કારણે ભારતીય શેર બજાર (Share Market) બંધ રહેશે. આ ઉપરાંત આજે મેટલ (Metal) અને બુલિયન (Boolean) સહિત હોલસેલ કોમોડિટી માર્કેટ (Wholesale Commodity Market) પણ બંધ રહેશે. આ સાથે જ ફોરેક્સ અને કોમોડિટી ફ્યૂચર માર્કેટમાં (Forex and Commodity Futures Market) પણ આજે કોઈ વેપાર જોવા નહીં મળે.

શેર બજાર બંધ રહેશે
શેર બજાર બંધ રહેશે
author img

By

Published : Jul 21, 2021, 10:59 AM IST

Updated : Jul 21, 2021, 12:50 PM IST

  • આજે બકરી ઈદના (Bakri Eid) શેર બજાર બંધ રહેશે
  • મેટલ (Metal) અને બુલિયન (Boolean) સહિત હોલસેલ કોમોડિટી માર્કેટ (Wholesale Commodity Market) પણ બંધ
  • ફોરેક્સ અને કોમોડિટી ફ્યૂચર માર્કેટ (Forex and Commodity Futures Market)માં પણ આજે કોઈ વેપાર જોવા નહીં મળે

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે બકરી ઈદ (Bakri Eid) હોવાના કારણે ભારતીય શેર બજાર (Share Market) બંધ રહેશે. આ ઉપરાંત આજે મેટલ (Metal) અને બુલિયન (Boolean) સહિત હોલસેલ કોમોડિટી માર્કેટ (Wholesale Commodity Market) પણ બંધ રહેશે. આ સાથે જ ફોરેક્સ અને કોમોડિટી ફ્યૂચર માર્કેટમાં (Forex and Commodity Futures Market) પણ આજે કોઈ વેપાર જોવા નહીં મળે. જોકે, ગઈકાલે નબળા વૈશ્વિક સંકેતના કારણે સતત બીજા દિવસે શેર બજારનું ક્લોઝિંગ નબળું રહ્યું હતું. કાલના વેપારમાં બજાર એક મહિનાના નીચલા સ્તર પર બંધ થયું હતું. દિગ્ગજ શેર્સની સાથે કાલે પણ મિડ અને સ્મોલ કેપમાં (Mid and small cap) ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, રિયલ્ટી અને મેટલ શેર સૌથી વધારે તૂટ્યા હતા.

આ પણ વાંચોઃ paytm યુઝર્સ માટે ખુશખબરી: કંપની આપશે 50 કરોડ રુપિયા કેશબેક...જાણો શા માટે..?

ભારતની ટોપ 200 લિસ્ટેડ કંપનીઓ અને IPOમાં રોકાણની મંજૂરી મળશે

ભારતના પેન્શન ફંડ (Pension Fund of India)ને હવે સિલેક્ટેટ લિસ્ટેડ કંપનીઓ અને IPOમાં રોકાણ કરવાની મંજૂરી મળશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના ચેરમેન સુપ્રતિમ બંધોપાધ્યાયે આ અંગે જણાવ્યું હતું કે, પેન્શન ફંડ મેનેજર્સને હવે ભારતની ટોપ 200 લિસ્ટેડ કંપનીઓ અને IPOમાં રોકાણની મંજૂરી મળશે. જોકે, હાલમાં પેન્શન ફંડ્સ (Pension Funds)ને ફક્ત તેમના જ કંપનીઓમાં રોકાણની મંજૂરી છે, જેની માર્કેટ કેપ 5,000 કરોડ રૂપિયાથી વધુ હોય અને જે ફ્યૂચર્સ ઓપ્શન્સ (F&O)માં પણ હોય. જોકે, હવે રેગ્યુલેટર ફંડ મેનેજર્સને ટોપ 200 લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપવાના છે.

આ પણ વાંચોઃ Gold Silver Price: સોનાના વાયદાના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા

PB Fintech IPOથી 6,500 કરોડ રૂપિયા એકઠાં કરવાની તૈયારીમાં

તો આ તરફ ઓનલાઈ ઈન્સ્યોરન્સ માર્કેટ પ્લેસ પોલિસી બજાર (Policy bazar)ની પેરેન્ટ કંપની PB Fintech IPOથી 6,500 કરોડ રૂપિયા એકઠાં કરવાની તૈયારીમાં છે. કંપનીએ 5 જુલાઈની એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગમાં બોર્ડને IPO લાવવાની મંજૂરી લઈ લીધી હતી. આ સાથે જ રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતીમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, PB Fintech એક પબ્લિક લિમિટેડ કંપનીમાં બદલાઈ રહી છે.

Last Updated : Jul 21, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.