- સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર (Share Market)ની મજબૂત શરૂઆત
- સેન્સેક્સ (Sensex)માં 145 તો નિફ્ટી (Nifty)માં 49 પોઈન્ટનો ઉછાળો
- વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે પણ સતત મજબૂત સંકેત મળ્યા
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મજબૂત સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના છેલ્લા દિવસે આજે શેર બજાર (Share Market)ની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. ભારતીય શેર બજારમાં સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 145.80 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 52,844.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 49.50 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 15,840ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Reliance AGM : મુકેશ અંબાણીની ગુજરાતને મોટી ભેટ, જામનગરમાં શરૂ કરાશે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ
આ શેર પર સૌની નજર રહેશે
આજે દિવસભર શેર બજાર (Share Market)ની મજબૂત શરૂઆત થઈ છે. ત્યારે આજે દિવસભર આઈટી શેર્સ (IT Shares), ઈન્ડિયન બેન્ક (INDIAN BANK), મેટલ શેર્સ (Metal Shares), એલ.આઈ.સી. હાઉસિંગ ફાઈનાન્સ (LIC HOUSING FINANCE), મજેસ્કો (MAJESCO), આરતી ઈન્ડસ્ટ્રીઝ (AARTI INDUSTRIES), બારબેક્યૂ નેશન (BARBEQUE NATION), ઈન્ફોસિસ (INFOSYS) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો- હવે માત્ર એક સેકન્ડમાં ફિલ્મ થશે ડાઉનલોડ, Reliance AGMમાં 5G સર્વિસની જાહેરાત
એશિયાઈ બજાર (Asian market)માં પણ નબળાઈ જોવા મળી
વૈશ્વિક બજાર (Global Market)ની વાત કરીએ તો, અમેરિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ પર સંમતી બનવાથી રેકોર્ડ ઉંચાઈ પર S&P 500 બંધ થયો હતો. જ્યારે DOWમાં 300 પોઈન્ટથી વધારેનો ઉછાળો આવ્યો હતો. તો આ તરફ એશિયાઈ બજારમાં નબળાઈ સાથે વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 5.50 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.75 ટકાના ઉછાળા સાથે 29,093ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.21 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે તાઈવાનનું બજાર 0.92 ટકાના વધારા સાથે 17,568.79ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 233.29 પોઈન્ટના વધારા સાથે 29,115.75ના સ્તર પર જોવા મળ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.63 ટકાનો વધારો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.