ETV Bharat / business

Share Market: શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 357 પોઈન્ટનો ઉછાળો - વૈશ્વિક બજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 357.45 પોઈન્ટ (0.66 ટકા)ના વધારા સાથે 54,180.81ના સ્તર પર જોવા મળી રહી છે. તો નિફ્ટી (Nifty) 101.15 પોઈન્ટ (0.63 ટકાની મજબૂતી સાથે 16,231.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market: શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 357 પોઈન્ટનો ઉછાળો

author img

By

Published : Aug 4, 2021, 9:50 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સેન્સેક્સમાં (Sensex) 357.45 તો નિફ્ટીમાં (Nifty) 101.15 પોઈન્ટનો ઉછાળો
  • આજે સતત બીજી વખત ભારતીય શેર બજારની (Share Market) મજબૂતી સાથે શરૂઆત થઈ

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 357.45 પોઈન્ટ (0.66 ટકા)ના વધારા સાથે 54,180.81ના સ્તર પર જોવા મળી રહી છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 101.15 પોઈન્ટ (0.63 ટકાની મજબૂતી સાથે 16,231.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- SBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું

આજે આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

શેર બજારની ફરી એક વાર આજે મજબૂત શરૂઆત થતા રોકાણકારોમાં નફો કમાવવા અંગે ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસભર શેર બજારમાં ટાટા સ્ટિલ (Tata Steel), મુંજલ શોવા (Munjal Showa), પાવર ગ્રીડ (Power Grid), ડોક્ટર રેડ્ડીઝ (Dr. Reddys), અદાણી પોર્ટ્સ (Adani Ports), ભારત ફોર્જ (Bharat Forge), રામક્રિષ્ના ફોર્જિંગ્સ (Ramkrishna Forgings), ભારતીય એરટેલ (Bharti Airtel) શેર સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- દેવ્યાની ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO 4 ઓગસ્ટએ ખુલશે

ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) પર પણ 50 પોઈન્ટનું દબાણ જોવા મળ્યું

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 79.50 પોઈન્ટ પર વેપાર કરી રહ્યો છે. જ્યારે જાપાનનું બજાર નિક્કેઈ (Nikkei) 38.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.68 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.32 ટકાની સામાન્ય મજબૂતી સાથે 17,609.28ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.26 ટકાના વધારા સાથે 26,525.65ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 0.92 ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.60 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) પર પણ 50 પોઈન્ટનું દબાણ જોવા મળી રહ્યું છે. એસ એન્ડ પી 500 (S&P 500)એ નવું શિખર બનાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.