ETV Bharat / business

સપ્તાહના પહેલા દિવસે મજબૂતી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,900ને પાર - વૈશ્વિક બજાર

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 244.48 પોઈન્ટ (0.41 ટકા)ના વધારા સાથે 60,292.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 68.50 પોઈન્ટ (0.38) ટકાની મજબૂતી સાથે 17,921.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

author img

By

Published : Sep 27, 2021, 9:35 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મળ્યા સારા સંકેત
  • સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 244.48 તો નિફ્ટી (Nifty) 68.50 પોઈન્ટના ઉછાળા સાથે શરૂ થયો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યેબોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 244.48 પોઈન્ટ (0.41 ટકા)ના વધારા સાથે 60,292.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 68.50 પોઈન્ટ (0.38) ટકાની મજબૂતી સાથે 17,921.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ શેર્સ પર રહેશે નજર

આજે દિવસભર મલ્ટિપ્લેક્સ (Multiplex), ચીની શેર (Chini Share), બાયોકોન (Biocon), એનબીસીસી (NBCC), ઝી એન્ટરટેઈન્મેન્ટ (Zee Entertainment), યુબીએલ (UBL), ઉજ્જિવન એસએફબી (Ujjivan SFB), ભારતી એરટેલ (Bharti Airtel), એસજેવીએન (SJVN), ન્યૂક્લિયસ સોફ્ટવેર (Nucleus Software), ટેક્સમેકો ઈન્ફ્રા (Texmaco Infra) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

મોટા ભાગના એશિયાઈ બજારમાં મજબૂતી સાથે વેપાર જોવા મળ્યો

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, મોટા ભાગના એશિયાઈ બજારમાં મજબૂતી સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty), 103 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ ( Straits Times)માં 1.25 ટકાનો વધારો જોવા મળ્યો છે. તાઈવાનમાં 0.18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને આ 17,291.02ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ (Shanghai Composite)માં 0.33 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો કોસ્પીમાં 0.58 ટકાનો વધારો થયો છે. આ સાથે જ હેંગસેંગ (Hang Seng) 0.70 ટકાની મજબૂતી સાથે 24,530.80ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે નિક્કેઈ (Nikkei) 0.36 ટકાની મજબૂતી સાથે 30,358.62ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- સતત 3 દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવામાં વધારો

આ પણ વાંચો- કાર નિર્માતાઓ માટે વાહનોમાં ફ્લેક્સ ફ્યૂઅલ એન્જિન લગાવવું ફરજિયાત કરાશેઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.