ETV Bharat / business

Share Market ફરી એક વાર નબળાઈ સાથે બંધ થયું, સેન્સેક્સ 323 પોઈન્ટ ગગડ્યો - શેર બજાર લાઈવ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) ફરી એક વાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 323.34 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 58,340.99ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 144.75 પોઈન્ટ (0.83 ટકા)ના ઘટાડા સાથે 17,358.60ના સ્તર પર બંધ થયો છે.

Share Market ફરી એક વાર નબળાઈ સાથે બંધ થયું, સેન્સેક્સ 323 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Nov 24, 2021, 4:02 PM IST

  • આજે ફરી એક વાર ઘટાડા સાથે બંધ થયું શેર બજાર
  • સેન્સેક્સ 323.34 તો નિફ્ટી 144.75 પોઈન્ટ ગગડ્યો
  • મીડિયા અને બેન્ક નિફ્ટીને છોડીને તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) ફરી એક વાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 323.34 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 58,340.99ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 144.75 પોઈન્ટ (0.83 ટકા)ના ઘટાડા સાથે 17,358.60ના સ્તર પર બંધ થયો છે. તો આજે મીડિયા અને બેન્ક નિફ્ટીને છોડીને તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા છે. તો આઈટી (IT), ઓટો (Auto) અને એફએમસીજી (FMCG) સૌથી વધુ માર પડ્યો છે.

આ પણ વાંચો- Cryptocurrency Regulation Bill : સંસદના શિયાળુ સત્રમાં નિયમન અંગે બિલ લાવશે સરકાર

ઘટાડાની વચ્ચે પણ આ 5 સ્ટોક્સે કર્યો નફો

છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 61,765ના ઓલટાઈમ હાઈ ક્લોઝિંગની વચ્ચે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 18 ઓક્ટોબરે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ આ એક મહિનામાં દિગ્ગજ શેર્સની સાથે નાના-મોટા શેર્સ પણ ઘણા ધોવાયા છે. આ સમયગાળામાં મડિકેપમાં 6 ટકા તો સ્મોલકેપમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન 5 સ્મોલકેપ સ્ટોક એવા છે જેમાં આ સમયગાળામાં પણ 50 ટકાની તેજી જોવા મળી છે. તેવા શેર્સમાં તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Tilaknagar Industries Ltd.), ઓરમ પ્રોપટેક લિમિટેડ (Aurum Proptech Ltd.), તનલા પ્લેટફોર્મ લિમિટેડ (Tanla Platforms Ltd.), ટાટા ટેલિ સર્વિસીઝ (મહારાષ્ટ્ર) લિમિટેડ (Tata Teleservices (Maharashtra) Ltd.) અને જેબીએમ ઓટો લિમિટેડ (JBM Auto Ltd.)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers Shares) પર નજર કરીએ તો, અદાણી પોર્ટ્સ (Adani Ports) 4.63 ટકા, ઓએનજીસી (ONGC) 4.60 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 1.86 ટકા, બીપીસીએલ (BPCL) 1.45 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.44 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સ (Top Losers Shares)ની વાત કરીએ તો, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -2.68 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -2.39 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.35 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -2.35 ટકા, ગ્રેસિમ (Grasim) -2.04 ટકા ગગડ્યા છે.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ -323.34

ખૂલ્યોઃ 58,839.32

બંધઃ 58,340.99

હાઈઃ 58,968.12

લોઃ 58,143.44

NSE નિફ્ટીઃ -88.30

ખૂલ્યોઃ 17,550.05

બંધઃ 17,415.05

હાઈઃ 17,600.60

લોઃ 17,354.00

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.