ETV Bharat / business

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, નિફ્ટી 17,000ની નજીક પહોંચ્યો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 283.09 પોઈન્ટ (0.51 ટકા)ના વધારા સાથે 55,833.39ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 45.50 પોઈન્ટ (0.27 ટકા)ના ઉછાળા સાથે 16,677.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, નિફ્ટી 17,000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Mar 14, 2022, 9:54 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 283.09 પોઈન્ટ (0.51 ટકા)ના વધારા સાથે 55,833.39ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 45.50 પોઈન્ટ (0.27 ટકા)ના ઉછાળા સાથે 16,677.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

આ શેર રહેશે ચર્ચામાં

આજે દિવસભર સોભા (Sobha), પેટીએમ (Paytm), લ્યુપિન (Lupin), યુનાઈટેડ સ્પિરિટ્સ (United Spirits), એમજીએલ (MGL), વેલ્સપન ઇન્ડિયા (Welspun India), ટેક મહિન્દ્રા (Tech Mahindra), રૂચિ સોયા (Ruchi Soya), આઈઆરસીટીસી (IRCTC) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- IPO વેલ્યુએશન પર SEBI કડક, લિસ્ટિંગ પહેલા થશે તપાસ

વૈશ્વિક બજારની સ્થિતિ

આ તમામની વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 101.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.69 ટકાના વધારા સાથે 25,337.39ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.39 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.12 ટકાના ઉછાળા સાથે 17,286.06ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ 2.99 ટકાના ઘટાડા સાથે 19,938.94ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 0.89 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.86 ટકાના વધારા સાથે 3,281.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.