ETV Bharat / business

Share Market Closing: આજે ઉછાળા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 638 પોઈન્ટ ઉછળીને બંધ થયો - ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

સપ્તાહનો ચોથો દિવસ ગુરૂવાર શેર બજાર (Share Market) માટે સારો સાબિત થયો છે. કારણ કે, આજે ભારતીય શેર બજારમાં (Share Market) સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty) લીલા નિશાન પર બંધ થયા છે. આજે બપોરે 3.30 વાગ્યે શેર બજારમાં સેન્સેક્સ (Sensex) 638.70 પોઈન્ટ (1.22 ટકા)ના વધારા સાથે 52,837.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 191.95 પોઈન્ટ (1.23 ટકા)ની મજબૂતી સાથે 15,824.05ના સ્તર પર બંધ થયો છે.

Share Market Closing: આજે ઉછાળા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 638 પોઈન્ટ ઉછળીને બંધ થયો

author img

By

Published : Jul 22, 2021, 4:06 PM IST

  • સપ્તાહનો ચોથો દિવસ ગુરૂવાર શેર બજાર માટે સારો સાબિત થયો
  • શેર બજારમાં (Share Market) સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty) લીલા નિશાન પર બંધ થયા
  • સેન્સેક્સ (Sensex) 638 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 191 પોઈન્ટ ઉછળીને બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસોમાં ભારતીય શેર બજારમાં (Share Market) ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સપ્તાહના ચોથા દિવસે ગુરૂવારે ભારતીય શેર બજારમાં (Share Market) સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty) લીલા નિશાન પર બંધ થયા છે. તો મેટલ શેર્સે આઉટપર્ફોર્મ પ્રદર્શન કર્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 638.70 પોઈન્ટ (1.22 ટકા)ના વધારા સાથે 52,837.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange ) 191.95 પોઈન્ટ (1.23 ટકા)ની મજબૂતી સાથે 15,824.05ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Gold Price Today: સોના અને ચાંદીમાં ઘટાડો યથાવત, સોનું 8,750 રૂપિયા સસ્તું થયું, ચાંદી આ સપ્તાહમાં 2,600 રૂપિયા તૂટ્યું

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

સપ્તાહના ચોથા દિવસે શેર બજારની ઓપનિંગ અને ક્લોઝિંગ બંને ઉછાળા સાથે થઈ છે. ત્યારે આજે સૌથી વધુ ઉંચકેલા શેર્સની વાત કરીએ તો, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 5.65 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 5.07 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 4.27 ટકા, ભારતીય એરટેલ (Bharti Airtel) 3.98 ટકા, બજાજ ફિન્સર્વ 3.71 ટકા ઉંચાકાયા હતા. તો સૌથી વધુ ગગડેલા શેર્સની વાત કરીએ તો, એચયુએલ (HUL) -2.33 ટકા, એસિયન પેઈન્ટ (Asian Paints) -1.66 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -1.34 ટકા, કિપ્લા (Cipla) -0.55 ટકા, બ્રિટાનિયા (Britannia) -0.24 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- YouTube હવે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમનું સંપાદન કરશે

ઝોમેટો (Zomato)ના શેર્સનું લિસ્ટિંગ 23 જુલાઈએ થવાની શક્યતા

રોકાણકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઝોમેટો (Zomato)ના શેર્સનું લિસ્ટિંગ 23 જુલાઈએ થઈ શકે છે. લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં કંપનીના શેર્સમાં તેજી જોવા મળી રહી છે. ગ્રે માર્કેટમાં ઝોમેટો (Zomato)ના શેર 20-22 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા છે. આ હિસાબથી જોઈએ તો ગ્રે માર્કેટમાં ઝોમેટો (Zomato) શેર 96-98 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે કંપનીના શેર્સની ઈશ્યુ પ્રાઈઝ 76 રૂપિયા છે. ગ્રે માર્કેટ પર કંપનીના અનલિસ્ટેડ શેર્સની ટ્રેડિંગ થાય છે. પહેલા ઝોમેટો (Zomato)નું લિસ્ટિંગ 27 જુલાઈએ થવાનું હતું, પરંતુ હવે 23 જુલાઈએ આનું લિસ્ટિંગ થશે. કંપનીના શેર્સનું એલોટમેન્ટ આજે (22 જુલાઈ)એ થયું છે. કંપનીએ પોતાના લિસ્ટિંગની તારીખ પહેલા કરી લીધું છે તો તમને શેર નથી મળતા તો ફંડ આજે જ પરત મળી જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.