- સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજાર મજબૂતી સાથે બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 546.41 તો નિફ્ટી (Nifty) 128.05 પોઈન્ટ ઉછળ્યો
- આજે શેર બજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ બંને મજબૂત રહ્યું
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારમાં તેજી જોવા મળી છે. આજે શેર બજાર રેકોર્ડ સ્તર પર બંધ થયું છે. આજે બપોરે 3.35 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 546.41 પોઈન્ટ (1.02 ટકા)ના વધારા સાથે 54,369.77ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 128.05 પોઈન્ટ (0.79 ટકા)ની મજબૂતી સાથે 16,258.80ના સ્તર પર બંધ થયો છે. તો ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ પહેલી વખત 54,000ને પાર નીકળ્યો છે અને પહેલી વખત 546.41 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. તો આજે દિવસભર ફાઈનાન્શિયલ શેર્સમાં તેજી જોવા મળી હતી.
આ પણ વાંચો- IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે સૌથી વધુ 5 ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, એચડીએફસી (HDFC) 4.75 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 3.81 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 3.51 ટકા, એસબીઆઈ (SBI) 2.34 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 2.13 ટકા ઉંચકાયા હતા. જ્યારે સૌથી વધુ 5 ગગડેલા શેર્સની વાત કરીએ તો, ગ્રેસીમ (Grasim) -2.36 ટકા, ટાઈટન કંપની (Titan Company) -2.21 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -1.83 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -1.47 ટકા, હિન્દલ્કો (Hindalco) -1.36 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- Goldની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, Goldની કિંમતમાં 8,750 રૂપિયાનો ઘટાડો
આ વર્ષે IPOમાં બની શકે છે ફંડ એકઠું કરવાનો રેકોર્ડ
તો આ કેલેન્ડર વર્ષમાં કંપનીઓ તરફથી ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી ફંડ ભેગા કરવાનો નવો રેકોર્ડ બની શકે છે. આ આંકડો પહેલી વખત 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. આ છેલ્લા હાઈ 2017નો હતો. જ્યારે 36 કંપનીઓએ IPOથી 67,147.44 કરોડ રૂપિયા હાંસલ કર્યા હતા. આ વર્ષે અત્યાર સુધી 28 કંપનીઓએ પબ્લિક ઓફરના માધ્યમથી 42,015.21 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ ઉપરાંત 25 કંપનીઓને IPO લાવવા માટે રેગ્યુલેટરથી મંજૂરી મળી છે. આ કંપનીઓથી આને લગભગ 36,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના છે.
ગ્રાફિક્સઃ
સેન્સેક્સઃ + 546.41
ખૂલ્યો 54,071.22
બંધ 54,369.77
હાઈ 54,465.91
લૉ 54,034.31
NSE નિફ્ટીઃ + 128.05
ખૂલ્યો 16,195.25
બંધ 16,258.80
હાઈ 16,290.20
લૉ 16,176.15