- આજે ભારતીય શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 286.91 તો નિફ્ટી (Nifty) 93.15 પોઈન્ટ તૂટ્યો
- BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકા અને સ્મોલ કેપ 0.56 ટકાના વધારા સાથે બંધ થયો
અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) ફરી એક વાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 286.91 પોઈન્ટ (0.48 ટકા) તૂટીને બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 93.15 પોઈન્ટ (0.53 ટકા)ના ઘટાડા સાથે બંધ થયો છે. તો મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. BSEનો મિડકેપ ઈન્ડેક્સ (Midcap index) 0.33 ટકા અને સ્મોલ કેપ (Small Cap) 0.56 ટકાના વધારા સાથે બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) 5 શેર્સની વાત કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 2.14 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.07 ટકા, એનટીપીસી (NTPC) 0.85 ટકા, ટાટા મોટર્સ (TATA Motors) 0.92 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 0.72 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, પાવરગ્રીડ કોર્પ (Power Grid Corp) -3.05 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -2.29 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -1.96 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -2.08 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -1.98 ટકા ગગડ્યો છે.
જાણો, આદિત્ય બિરલા સનલાઈફ એએમસીનો આઈપીઓ (Aditya Birla Sun Life AMC IPO)
આદિત્ય બિરલા સનલાઈફ એએમસીનો આઈપીઓ (Aditya Birla Sun Life AMC IPO) બીજા દિવસ સુધી 77 ટકા સબસ્ક્રાઈબ થયો છે. કંપનીના 2.77 કરોડ ઈક્વિટી શેર્સના બદલે 2.13 કરોડ શેર્સ માટે હરાજી થઈ ચૂકી છે. આ કંપની આદિત્ય બિરલા કેપિટલ અને સન લાઈફ (ઈન્ડિયા) AMC ઈન્વેસ્ટમેન્ટની જોઈન્ટ વેન્ચર કંપની છે. કંપનીનો ઈશ્યુ પ્રાઈઝ 695-712 રૂપિયા છે. કંપની પોતાના IPOથી 2,770 કરોડ રૂપિયા એકત્રિત કરી રહી છે. તો રિટેલ ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વ પોર્શનમાં 1.50 ગણું સબસ્ક્રિપ્શન થયું છે. તો આદિત્ય બિરલા કેપિટલના શેર હોલ્ડર્સ માટે રિઝર્વ ભાગ 40 ટકા ભર્યો છે. નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે પોતાના ભાગમાં અત્યાર સુધી 21 ટકા ખરીદી કરી છે. જ્યારે ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ ભાગમાં 26,100 શેર્સની હરાજી થઈ છે. આ માટે 73.87 લાખ શેર રિઝર્વ છે.
આ પણ વાંચો- Gold and Silver Price : જાણો પહેલા કેટલો હતો ભાવ
આ પણ વાંચો- RBIનો પ્રતિબંધ હટ્યા પછી HDFC બેન્કે 4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી રેકોર્ડ બનાવ્યો