- વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના બીજો દિવસ મંગળવાર શેર બજાર (Share Market) માટે મંગળ સાબિત થયો
- સેન્સેક્સ (Sensex) 271.60 તો નિફ્ટી (Nifty) 59.80 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજો દિવસ મંગળવાર શેર બજાર (Share Market) માટે મંગળ સાબિત થયો છે. કારણ કે, આજે શેર બજાર (Share Market) નવી જ ઉંચાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 271.60 પોઈન્ટ (0.44 ટકા)ના વધારા સાથે 62,037.19ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 59.80 પોઈન્ટ (0.32 ટકા)ની મજબૂતી સાથે 18,536.85ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે
આજે દિવસભર ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (Indian Energy Exchange), ટીટીકે પ્રેસ્ટિજ (TTK Prestige), એચજી ઈન્ફ્રા એન્જિનિયરિંગ (HG Infra Engineering), સ્માર્ટલિન્ક હોલ્ડિંગ્સ (Smartlink Holdings), રેસ્ટોરાં શેર્સ (Restaurant Shares), ટાટા કોફી (Tata Coffee) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
વૈશ્વિક બજારમાંથી (Global Market) મંગળ સંકેત મળી રહ્યા છે
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 81 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ 0.50 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તાઈવાનમાં 1.11 ટકાના વધારા સાથે 16,891.18ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો નિક્કેઈમાં 0.65 ટકા અને કોસ્પીમાં 0.66 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.34 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગમાં 1.40 ટકા ઉછાળો થયો છે. તો ડાઉ ફ્યુચર્સ (Dow Futures) ફ્લેટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- SUV PUNCH launch : 5.49 લાખથી શરૂ થતી કારના જાણો ફિચર્સ
આ પણ વાંચો- ટાટા મોટર્સે સબકૉમ્પેક્ટ SUV બજારમાં ઉતારી, કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ