નવી દિલ્હીઃ જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ એસ.કે. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે આદેશનું પાલન કરતી ટેલીકોમ કંપની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે AGR કેસમાં આપેલા ચૂકાદાની પાલન પર પ્રતિબંધ મૂકનારા ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના ડેસ્ક અધિકારીએ આદેશનો અવમાન કરવા બદલ દિલગીર હોવાનું જણાવ્યું હતું.
એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ(AGR) કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ અને દૂરસંચાર વિભાગના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતા મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી.
જે અંગે કોર્ટે કંપનીઓને પુછ્યું હતું કે, તમારા વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તો કેવું રહેશે? સાથે જ 17 માર્ચ સુધી બાકીની રકમ જમા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓ પર AGRના 1.4 લાખ કરોડ રૂપિયા બાકી છે. માત્ર રિલાયન્સ જીઓએ જ બાકીની રકમની ચુકવણી કરી છે.
નોંધનીય છે કે એજીઆર બાકી લેવાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ સહિત અન્ય કંપનીઓને ટેલિકમ્યુનિકેશન્સ વિભાગને 1.47 લાખ કરોડ ચૂકવવા આદેશ આપ્યો હતો. તેની ચુકવણી માટેની અંતિમ તારીખ 23 જાન્યુઆરી હતી.