- SBI એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષ સાથે વિશેષ વાતચીત
- જીડીપી વિકાસ દરમાં ઘટાડાની સંભાવના વિશે થઇ ચર્ચા
- આગામી માસની શરુઆતમાં ચિત્ર થશે સ્પષ્ટ
નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિમાં સુધારો થવાની સંભાવના દર્શાવી છે. કે તેના નાઉકાસ્ટિંગ મોડેલ મુજબ, ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ અગાઉના 1.1 ટકાની અંદાજની તુલનામાં 1.3 ટકા રહેશે. એક સંશોધિત અહેવાલમાં SBIએ જણાવ્યું હતું કે પાછલા નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદરમાં અંદાજ ઘટાડો 7.3 ટકા રહેશે, જે રિઝર્વ બેંક દ્વારા અગાઉ 8 ટકા જેટલો અંદાજવામાં આવ્યો હતો.
માઈનસ 8 ટકામાંથી ઉપરનો સુધારો જોવાશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું હતું કે, "સંભવ છે કે નાણાકીય વર્ષ 20-21 માટે અગાઉ પ્રકાશિત સીએસઓ જીડીપી વૃદ્ધિદર –8ટકા ની વૃદ્ધિમાં ઉપરનો સુધારો જોવાશે. નાણાકીય વર્ષ 20-21ના જીડીપી વૃદ્ધિના અંદાજમાં કોઈ મોટી સુધારણાના પરિણામરુપે જીડીપીના અંદાજમાં પ્રમાણમાં ઘટાડો થશે. એસબીઆઇના ટોચના આર્થિક નિષ્ણાતે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરના લોકડાઉનના કારણે અર્થતંત્ર પર બીજી કોવિડ લહેરની મર્યાદિત અસર અગાઉના અંદાજની વિરુદ્ધ હતી, પરંતુ આ લોકડાઉન વાસ્તવિકતાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય લોકડાઉન બની રહ્યું છે. તાજેતરના આંકડા ટાંકીને તેમણેે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નજીવા જીડીપીનું નુકસાન થઈ શકે છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 11 લાખ કરોડનું નુકસાન થયું છે કારણ કે લોકો ઘેરથી પ્રોટોકોલ કામ કરવા માટે ટેવાઇ ગયાં છે. જીડીપી લોસનો સાચો આંકડો કદાચ 4થી 4.5 લાખ કરોડનો હોઇ શકે અને આ વર્ષના પહેલા ક્વાર્ટરનો સાચો જીડીપી ગ્રોથ રેટ આરબીઆઈએ ધારેલા 26.2 ટકાની સામે માઇનસ 10થી 15 ટકા રહી શકે છે.
બીજી લહેરમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર બૂમિંગ થયું છે
કોરોનાની કાતિલ બનેલી બીજી લહેરની અસર વિશે વાત કરતાં સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું કે આ લહેરમાં રોજના સરેરાશ 4000 લોકોના મોત થયાં છે. જોકે આ લહેરે દેશના આરોગ્ય ક્ષેત્રની ગતિવિધિ વધારી દીધી છે તેના ઇન્ફ્રાસ્ટ્કચરની મોબિલિટી વધી છે. આ લહેરમાં આ કારણે જીડીપી પરની અસર તેના કરતાં વધુ હશે.
ગ્રામીણ ભારતમાં કોવિડ-19ને ફેલાવો
એસબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં સંભવિત વિકાસ દર પર અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે. કોવિડ-19 સંક્રમણ હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે. નવા કેસોમાં ગ્રામીણ જિલ્લાઓમાં મે દરમિયાન ખૂબ ઝડપથી કેસો વધ્યાં તેમ છતાં મે મહિનાના બીજા અઠવાડિયાથી એકંદર કેસ ઘટવા લાગ્યાં છે. તે મુજબ, એપ્રિલ -21ના અંતે 45.5ટકા થી વધીને 53.6 ટકા થઈ ગયાં છે. નોંધનીય છે કે, આ ઓગસ્ટ 2020ના અંતમાં જોવાયેલા ઉચ્ચસ્તર 53.7 ટકાના જેટલું જ છે.
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના તાજેતરના કોવિડ ઇન્ફેક્શનના ડેટાને ટાંકી ઘોષે જણાવ્યું હતું કે દેશમાં નવાં 20 જેટલા ગ્રામીણ જિલ્લાઓ જેમાં લગભગ 15 ટકા જેટલા કેસો ધરાવે છે, તેમાં સૌથી વધુ અસરગ્રસ્ત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના અંતરિયાળ વિસ્તારો છે. તાજેતરના સત્તાવાર આંકડા મુજબ, દેશમાં દૈનિક કોવિડથી થતાં મૃત્યુની સાત દિવસની સરેરાશ હજી પણ છેલ્લાં અઠવાડિયા કરતાં વધુ મૃત્યુઆંક છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 3,00,000થી વધુ નોંધાયો છે.
આ પણ વાંચોઃ EPFOએ મહત્તમ ડેથ ઇન્સ્યુરન્સ કવર 7 લાખ રૂપિયા સુધી વધાર્યો: વિગતો જાણો
અનિશ્ચિતતાનેે લઇને લોકો રોકડ હાથ પર રાખી રહ્યાં છે
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સંશોધન અહેવાલમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ પખવાડિયાની બેંક થાપણો અને ઉપાડના ડેટાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડેટામાં પગારદાર વર્ગ, પહેલા પખવાડિયામાં મેળવેલું મહેનતાણું મેળવે છે તે રોકડ ઉપાડ કરી લે છે અને બીજા પખવાડિયામાં આરોગ્ય વિષયક ખર્ચ, રોકડનો સંગ્રહ કરી રહ્યાં છે કેમ કે તેઓ અનિશ્ચિત વાતાવરણ અનુભવી રહ્યાં છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે આગામી માસની શરુઆતમાં આ સંદર્ભે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
આ પણ વાંચોઃ RBI એક લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપશે