ETV Bharat / business

એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે - મૂડીબજાર ઓફર

એસ જે એસ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ ઈક્વિટી શેરનો IPO લઈને મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો આઈપીઓ પહેલી નવેમ્બરે ખુલીને 3 નવેમ્બરે બંધ થશે. રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતાં ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ.531-542 નિયત કરાઈ છે. અને 27 શેરના લોટમાં બિડ કરી શકાશે.

એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

author img

By

Published : Oct 29, 2021, 7:04 PM IST

  • રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઈપીઓ
  • લઘુતમ બિડ લોડ 27 ઇક્વિટી શેરનો છે અને પછી 27 ઇક્વિટી શેરના ગુણાંકમાં
  • ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 53.10 ગણી
  • કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 54.20 ગણી છે

અમદાવાદ- નાણાકીય વર્ષ 2020માં અને 31 માર્ચ, 2021 સુધી આવકની દ્રષ્ટિએ ભારતમાં ડેકોરેટિવ એસ્થેટિક્સ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક એસ જે એસ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ છે. કંપનીના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ને સોમવારે ખુલશે અને 3 નવેમ્બર, 2021ને બુધવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 531-542 નક્કી કરાઈ છે.

ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે

ઓફર એવરગ્રાફ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 7,100.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણ અને કે એ જોસેફ દ્વારા રૂ. 900.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર છે. ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવવામાં આવશે, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધીન છે.

20 દેશોમાં અંદાજે 90 શહેરોમાં પાર્ટ સપ્લાય કરે છે

એસ જે એસ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના મેનેજિંગ ડીરેક્ટર કે એ જોસેફના જણાવ્યા અનુસાર કંપની ટૂ-વ્હીલર્સ, પેસેન્જર વ્હિકલ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા મુખ્ય વ્હિકલ સેગમેન્ટ્સ સાથે સંબંધિત ડેકોરેટિવ સુંદરતા માટે બહોળા ઉત્પાદનો સાથે અગ્રણી ડેકોરેટિવ એસ્થેટિક્સ સપ્લાયર્સ પૈકીની એક છે. ઉપરાંત કંપની કમર્શિયલ વાહનો, તબીબી ઉપકરણો, કૃષિ ઉપકરણ અને સેનિટરી વેર ઉદ્યોગોની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉત્પાદનોની બહોળી રેન્જનું પણ ઉત્પાદન કરે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં 20 દેશોમાં અંદાજે 90 શહેરોમાં આશરે 170 ગ્રાહકોને 6,000થી વધારે સ્ટોક કીપિંગ યુનિટ સાથે 115 મિલિયનથી વધારે પાર્ટની સપ્લાય કરી હતી.

આ પણ વાંચોઃ Share Marketમાં દિવસભર જોવા મળી નબળાઈ, સેન્સેક્સ 677 અને નિફ્ટી 185 પોઈન્ટ ગગડીને બંધ થયો

આ પણ વાંચોઃ JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.