નવી દિલ્હી: નાના અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્ર અને રાજ્ય સરકારો અને જાહેર ઉપક્રમો પર બાકી નાણાં ચૂકવવા માટે સરકાર એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ બનાવશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે આ વાત કરી હતી.
ગડકરીએ કહ્યું કે, તેમણે ભંડોળ બનાવવાની યોજના તૈયાર કરી છે. પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે અને નાણાં મંત્રાલયની મંજૂરી બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ ભંડોળ MSME કંપનીઓને અમુક હદ સુધી મદદ કરશે. આ સમયની સાથે કામ કરનારું ફંડ હશે, જેથી બજારમાં વધારાની રોકડ પહોંચાડવામાં પણ સરળ થશે.
ગડકરીએ કહ્યું કે, "અમે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ બનાવવાનું નક્કી કર્યું છે. અમે આ ભંડોળનો વીમો કરાવીશું અને સરકાર તેનું પ્રીમિયમ જમા કરશે. અમે એક ફોર્મ્યુલા તૈયાર કર્યું છે. જેમાં ફંડના આધારે વ્યાજનો ભાર બેંક, ચુકવણી પક્ષ અને ચુકવણી મેળવનાર વચ્ચે વહેંચવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ જાહેર ક્ષેત્રના ઉપક્રમો, કેન્દ્ર અને રાજ્ય સરકારોને એમએસએમઇ કંપનીઓની બાકી ચૂકવણી માટે કરવામાં આવશે.