નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનારી કંપની સેમસંગે ગુરૂવારે કહ્યું કે, તે ફ્લિપ ફોન 'ગેલેક્સી ઝેડ ફ્લિપ'ને ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારતીય બજારમાં લાવી શકે છે. જેની કિંમત 1.10 લાખ રૂપિયાની આસ-પાસ રહેવાની સંભાવના છે.
આ મહિનાની શરૂઆતમાં કંપની પોતાના આ ફોનને અમેરિકી બજારમાં લાવી છે. ભારતમાં આ પ્રકારના પ્રિમિયમ ફોનનું કુલ માર્કેટ 30 લાખ એકમ હોવાનું અનુમાન છે.
આ ફોન 20 ફેબ્રુઆરીથી સેમસંગ ઑનલાઈન સ્ટોર અને નિશ્ચિત દુકાનો પર બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે અને 26 ફેબ્રુઆરીથી ગ્રાહકો ફોનની ખરીદી કરી શકશે.
આ અગાઉ કંપની ઓક્ટોમ્બરમાં આ પ્રકારનો એક ફોન 'ગેલેક્સી ફોલ્ડ' ભારતીય માર્કેટમાં લાવી હતી. જેની કિંમત 1.65 લાખ રૂપિયા હતી.
સેમસંગના ભારતી માર્કેટના મોબાઈલ બિઝનેસ ડિરેક્ટર આદિત્ય બબ્બરે પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું કે, ખૂબ પાતળી સ્ક્રિન સાથે ગેલેક્સી ઝેડ ફ્લિપ ટેકનિકલ નવીનતામાં એક કીર્તિમાન છે. આ ગ્રાહકોને મોટી સ્ક્રીનના તમામ ફાયદા આપે છે. સાથે જ તેમને હથેળીમાં આવી જનારા એક કૉમ્પેક્ટ અને આકર્ષક ફોનની સુવિધા પણ આપે છે.
ગેલેક્સી ઝેડ ફ્લિપમાં 6.7 ઈન્ચની મુખ્ય સ્ક્રીન છે. ફ્લિપ થવા પર આ સ્ક્રીન 2 વિવિધ ભાગમાં કામ કરવા લાગે છે. ફોનને ફ્લિપ કરીને બંધ કર્યા બાદ ઉપરની તરફ આમાં અલગથી 1.1 ઈન્ચની એક સ્ક્રીન છે, જેનો ઉપયોગ નોટિફિકેશન વગેરે માટે કરવામાં આવે છે.
આ ફોનમાં પાછળની તરફ 12 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા છે. સેલ્ફી કેમેરા 10 મેગાપિક્સલનો છે.
આ ફોન 8 GB રેમ અને 256 GB મેમરી સાથે આવે છે. જેમાં ઈ-સિમ અને 3,300 MHની બેટરી છે.