Xiaomiના પ્રોડક્ટ ડાયરેક્ટર Wang Teng Thomasએ જણાવ્યું હતું કે Redmi ટીવી આવતા મહિને લૉન્ચ થશે. Xiaomiના વાઇસ પ્રેસિડેન્ટ અને Redmiના જનરલ મેનેજરએ જણાવ્યું હતું કે આગામી Redmi પ્રોડક્ટ ગ્રાહકોને નિરાશ કરશે નહીં.
છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર આ ટીવી વિશેના સમાચારો આવી રહ્યા હતા. ઑગસ્ટમાં એક ઇવેન્ટમાં કંપની ટીવી લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે Redmi TV L70M5-RA માં 70 ઇંચની 4K ડિસ્પ્લે અને તે ચીનની 3C સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળ્યું હતું. બીજા અહેવાલ મુજબ, 40 ઇંચના ટીવીનું નામ L40M5-RA રાખવામાં આવ્યું છે. જો કે અત્યારે સ્પષ્ટ નથી થયું કે આ બંને માંથી કયા મૉડેલને પ્રથમ લૉન્ચ કરવામાં આવશે.