- RBIના નિર્દેશોનું SBIએ નહોતું કર્યું પાલન
- રિઝર્વ બંકે SBIને 1 કરોડનો દંડ ફટકાર્યો
- RBIના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપની પુષ્ટિ
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank Of India)ભારતીય સ્ટેટ બેંક (State Bank) પર એક કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ( છેતરપિંડી વર્ગીકરણ અને વાણિજ્યિક બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા રિપોર્ટિંગ) નિર્દેશ 2016માં સૂચિત છેતરપિંડી વર્ગીકરણ અને અહેવાલમાં સમાવિષ્ટ નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ નાણાકીય દંડ ફટકાર્યો છે. RBIના ઉપરોક્ત નિર્દેશોનું પાલન ન કરવાના આરોપની પુષ્ટિ થઈ હતી.
રિપોર્ટ ન કરવાના બેંકના ઇરાદાને કારણે આ કાર્યવાહી
આ દંડ RBIમાં રહેલી સત્તાનો ઉપયોગ કરીને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 47A(1)(c)ની સાથે કલમ 46 (4) (i) અને 51(1)ની જોગવાઈઓ હેઠળ લાદવામાં આવ્યો છે. આ કાર્યવાહી નિયમનકારી પાલનમાં ખામીઓ અને બેંક દ્વારા પોતાના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ લેવડ-દેવડ અથવા કરારની માન્યતા અંગે રિપોર્ટ ન કરવાના બેંકના ઇરાદાને કારણે આ કાર્યવાહી લાદવામાં આવી છે.
શું છે મામલો?
બેંકની પાસે રાખવામાં આવેલા ગ્રાહકોના ખાતામાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ સંબંધિત તમામ પત્રવ્યવહારની તપાસ, અન્ય વાતોની સાથે, છેતરપિંડીની રિપોર્ટિંગ કરવામાં વિલંબની હદ સુધી ઉપરોક્ત સૂચનોનું પાલન ન કરવા અંગેની જાહેરાત કરવામાં આવી. એ પહેલા બેંકને એક નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં તેને એ જણાવવાની સલાહ આપવામાં આવી હતી કે યોગ્ય નિર્દેશોનું પાલન ન કરવા પર તેને દંડ કેમ ન ફટકારવામાં આવે. વ્યક્તિગત સુનાવણીમાં બેંક દ્વારા આપવામાં આવેલી નોટિસ અને મૌખિક રજૂઆતો પર બેંકના જવાબ પર વિચાર કર્યા બાદ RBIએ નિષ્કર્ષ પર પહોંચ્યું કે, RBIના ઉપરોક્ત નિર્દેશોનું પાલન ન કરવાના આરોપની પુષ્ટિ થઈ હતી.
આ પણ વાંચો: Share Market : સપ્તાહનો બીજો દિવસ સાબિત થયો મંગળ, પ્રથમ વખત સેન્સેક્સ 62,000ને પાર
આ પણ વાંચો: SUV PUNCH launch : 5.49 લાખથી શરૂ થતી કારના જાણો ફિચર્સ