ETV Bharat / business

સીતારમણ, જયશંકર અને પોમ્પીયો ભારત-યુએસ બિઝનેસ કોન્ફરન્સને સંબોધન કરશે - યુએસ-ભારત બિઝનેસ કાઉન્સિલ

યુએસ-ભારત બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજીત આ સંમેલન 21 અને 22 જુલાઈના રોજ યોજાશે. USIBC ના પ્રમુખ નિશા દેસાઈ બિસ્વાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "આ વર્ષની કોન્ફરન્સની થીમ વધુ સારા ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમે યુએસ-ભારત કોરિડોર માટે નિશ્ચિંતપણે પ્રતિબદ્ધ છીએ, તે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરશે."

ભારત-યુએસ બિઝનેસ કોન્ફરન્સ
ભારત-યુએસ બિઝનેસ કોન્ફરન્સ
author img

By

Published : Jul 13, 2020, 5:25 PM IST

વોશિંગ્ટન: યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે બંને દેશોના મોટા ઉદ્યોગપતિઓ અને આર્થિક નિષ્ણાતોની હાજરીમાં સમિટને સંબોધન કરશે. આ વર્ચ્યુઅલ પરિષદ કોવિડ-19ના વધતા પ્રભાવ અને વિશ્વમાં ચીનની આક્રમક કાર્યવાહી વચ્ચે થઈ રહી છે. જેમાં બંને દેશો અને વિશ્વ માટે એક સારા ભવિષ્યની ચર્ચા કરવામાં આવશે.

યુએસ-ભારત બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા આયોજીત આ સંમેલન 21 અને 22 જુલાઈના રોજ બે દિવસ સુધી ચાલશે.USIBCના પ્રમુખ નિશા દેસાઈ બિસ્વાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "આ વર્ષની કોન્ફરન્સની થીમ વધુ સારા ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમે યુએસ-ભારત કોરિડોર માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છીએ, તે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરશે."

બિસ્વાલે કહ્યું કે, ભારત અને અમેરિકા તેમના ઉદ્યોગો સાથે મળીને કામ કરી રહ્યા છે. સાથે મળીને કામ કરવાથી, બંને દેશો અને તેમના લોકો માટે સારું ભવિષ્ય બનશે, બન્ને દેશ વિશ્વ માટે સારું ભવિષ્ય બનાવવા માટે પણ મદદ કરશે. આ વર્ષે યોજાનારી ઈન્ડિયા આઈડિયા પરિષદમાં અમે આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

વર્ચુઅલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 21 જુલાઈએ થશે આ અવસર પર ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસમૈન ડો.અમી બેરા અને રેલવે પ્રધાન પીયુષ ગોયલ વચ્ચે વૈશ્વિક સપ્લાય ચેઇન અને કોવિડ 19 અંગે ચર્ચા થશે.

જે બાદ નાણા પ્રધાન નિર્મલા સીતારામન કોવિડ -19 મમહામારી પછી ભારતની આર્થિક સ્થિતિમાં સુધારણા અને ભાવિ આર્થિક વૃદ્ધિના માર્ગ વિશેની તેમની દ્રષ્ટિ વ્યક્ત કરતા તેઓ કાર્યક્રમમાં USIBC ના સભ્યોને સંબોધન કરશે.

જે બાદ આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ ભારતની આર્થિક સ્થિતિમાં સુધારણાની ચર્ચામાં જોડાશે. સમિટના બીજા દિવસે 22 મી જુલાઈએ, યુએસ ચેમ્બર ઓફ કોમર્સના CEO થોમસ જે ડોનોહ્યૂના સ્વાગત પ્રવચન બાદ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર આ કાર્યક્રમમાં હાજરી આપશે અને સેનેટર માર્ક વારનર સાથે ચર્ચામાં ભાગ લેશે. આ ચર્ચા કોવિડ -19 રોગચાળા પછી યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતે કેવી રીતે સામનો કરી રહ્યા છે તે અંગે હશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્ટીફન હેડલી દ્વારા ચર્ચાનું સંચાલન કરવામાં આવશે. યુએસના વિદેશ સચિવ પોમ્પીયો સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપશે અને તે પછી વિશ્વમાં ભારત-યુએસ સંબંધોના ભાવિ વિશે ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં અમેરિકામાં ભારતના રાજદૂત તરણજિત સિંઘ સંધુ અને ભારતના યુએસ રાજદૂત કેનેથ જસ્ટર ભાગ લેશે.

પોમ્પીયો પહેલેથી જ ચીન પર નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું છે કે, ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તે દરમિયાન બિજિીંગની આક્રમક કાર્યવાહી સામે ભારતીયોએ સારો પ્રતિસાદ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.