- PMLA કોર્ટે 8 એપ્રિલે PMC બેન્કના MD અને CAની જામીન અરજી ફગાવી
- ઈડીએ 23 જાન્યુઆરીએ બેન્કના MD રાહુલ ઠાકુર અને CA મદન ચતુર્વેદીની ધરપકડ કરી હતી
- ઈડીએ પાલઘર જિલ્લાના વસઈ અને વિરારમાં ગ્રુપની 5 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા
ન્યૂઝ ડેસ્કઃ મહારાષ્ટ્રમાં મુંબઈ સ્થિત એક વિશેષ PMLA કોર્ટના વિશેષ ન્યાયાધીશ અભિજિત નંદગાંવકરે 8 એપ્રિલે વીવા ગ્રુપના MD અને CAની જામીન અરજી ફગાવી દીધી હતી. ઈડીએ PMC બેન્ક કૌભાંડ મામલે 23 જાન્યુઆરીએ બેન્કના MD રાહુલ ઠાકુર અને CA મદન ચતુર્વેદીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ PMC બેંક કૌભાંડ: કોર્ટે બેંક ઓડિટરની આગોતરા જામીન અરજી ફગાવી
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઈડીએ પાલઘર જિલ્લાના વસઈ અને વિરારમાં ગ્રુપની 5 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત મુંબઈના કેટલાક વિસ્તારોમાં પણ તપાસ કરી હતી. ઈડીએ 73 લાખ રૂપિયાની રોકડ અને કેટલાક ડિજિટલ દસ્તાવેજ પણ કબજે કર્યા હતા.
આ પણ વાંચોઃ PMC બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર-RBI પાસે જવાબ માગ્યો
બંને અધિકારીઓને 4 દિવસની ઈડીની કસ્ટડીમાં મોકલાયા
ઈડીના અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, બંને અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમને 4 દિવસની ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ઈડી આ મામલામાં આરોપી કંપની HDIL અને અન્ય કેટલાક લોકોના માધ્યમથી વીવા ગ્રુપના ખાતામાં ફંડ ટ્રાન્સફરની પણ તપાસ કરી રહી છે અને કંપનીના કેટલાક સ્થળ પર દરોડા પાડી પૂરાવા એકઠા કરવામાં આવ્યા હતા.