ETV Bharat / business

2021 માટે આર્થિક બાબતોની યોજના કરી રહ્યાં છો? 2020 માંથી આ ત્રણ બોધપાઠ પહેલાં જાણી લો

2020માં જે થયું તે પછી, લોકોએ અત્યાર સુધી જે આર્થિક યોજનાની ભૂલો કરી છે તેને સુધારવા માટે વર્ષ 2021 તેમની મૂડીરોકાણની યોજનાઓ પર પુનઃ કામ કરવા ધકેલી શકે છે. સમગ્ર ભૂગોળમાં વર્ષ 2020એ સામાન્ય સ્થિતિને બદલી ભયનું વાતાવરણ કેવું સર્જી દીધું તે માટે લાંબા સમય સુધી વર્ષ 2020ને યાદ રખાશે. આરોગ્ય કટોકટી ઉપરાંત, કોરોના વાઇરસ રોગચાળાએ ઘણી મોટી આર્થિક કટોકટી ખુલ્લી મૂકી દીધી જેણે લગભગ બધાને ઘેરી લીધા.

આર્થિક બાબતોની યોજના
આર્થિક બાબતોની યોજના
author img

By

Published : Jan 11, 2021, 5:04 PM IST

ન્યૂઝ ડેસ્ક: 2020માં જે થયું તે પછી, લોકોએ અત્યાર સુધી જે આર્થિક યોજનાની ભૂલો કરી છે તેને સુધારવા માટે વર્ષ 2021 તેમની મૂડીરોકાણની યોજનાઓ પર પુનઃ કામ કરવા ધકેલી શકે છે. સમગ્ર ભૂગોળમાં વર્ષ 2020એ સામાન્ય સ્થિતિને બદલી ભયનું વાતાવરણ કેવું સર્જી દીધું તે માટે લાંબા સમય સુધી વર્ષ 2020ને યાદ રખાશે. આરોગ્ય કટોકટી ઉપરાંત, કોરોના વાઇરસ રોગચાળાએ ઘણી મોટી આર્થિક કટોકટી ખુલ્લી મૂકી દીધી જેણે લગભગ બધાને ઘેરી લીધા.

વેપાર અને ધંધા બંધ થઈ ગયા હતા, નોકરીઓ છૂટી ગઈ હતી. પગારમાં કાપ મૂકાયા હતા. ઓછું હોય તેમ શેર બજાર ડૂબ્યું. બાંધી મુદ્દતની થાપણના વ્યાજના દરો ઘટ્યા હતા અને નાની બચતની યોજનાઓ પર વળતર પણ ઘટ્યું હતું. બચતની સંસ્કૃતિ લોહીમાં વણાઈ ગઈ હોવા છતાં ભારતીય લોકો જાળમાં ફસાઈ ગયા હતા, તેનું મુખ્ય કારણ નબળી આર્થિક યોજના હતું. ઈટીવી ભારતે આર્થિક યોજના અને મૂડીરોકાણ સલાહકાર પેઢી, મની મંત્રના સ્થાપક વિરલ ભટ્ટ સાથે વાત કરી એ જાણવા પ્રયાસ કર્યો કે 2020એ જે આઘાત આપ્યા તેમાંથી વ્યક્તિએ કયા પદાર્થપાઠ લેવા જોઈએ અને વર્ષ 2021 માટે આર્થિક યોજના ઘડતી વખતે શું પરિવર્તન કરવું જોઈએ.

1) આપાતકાળ ભંડોળ રચો

વિરલ ભટ્ટ કહે છે કે ૨૦૨૦માંથી વ્યક્તિએ સૌથી અગત્યની બાબત શીખવા જેવી એ છે કે તેની પાસે પૂરતું આપાતકાલીન ભંડોળ હોવું જોઈએ જેની સલાહ ઘણી વાર આર્થિક યોજના ઘડવૈયાઓ દ્વારા અપાતી તો હોય છે પરંતુ વ્યક્તિ ભાગ્યે જ તેને અનુસરે છે. આપાતકાલીન ભંડોળ એ મુખ્યત્વે નાણાંનો સંચય છે જે કોઈ પણ તબીબી કે નાણાકીય કટોકટી આવી પડે તો ટૂંકી મુદ્દતમાં પ્રાપ્ય હોય. પરંતુ તો અર્થ એ નથી કે તમારા બચત ખાતામાં રોકડ કે સંચય કરેલું ભંડોળ એકબાજુ રાખી મૂકવું. ભટ્ટ સૂચવે છે કે પ્રવાહી મ્યુચ્યુઅલ ફંડ, ટૂંકી મુદ્દતના દેવા ભંડોળ અને રિકરિંગ થાપણમાં મૂડીરોકાણ કરીને પણ આપાતકાલીન ભંડોળ સર્જી શકાય છે. ઉપરાંત તમારા આપાતકાલીન ભંડોળ માટે કેટલી રકમ પૂરતી હશે તે જાણવું પણ અગત્યનું છે. વિરલ ભટ્ટ સૂચવે છે કે તમારી માસિક આવકની ત્રણથી પાંચ ગણી રકમ આપાતકાલીન ભંડોળ તરીકે રાખી મૂકવી જોઈએ. જે લોકોને નાણાનો સારો પ્રવાહ છે તેઓ માસિક આવકની પાંચથી છ ગણી રકમ આપાતકાલીન ભંડોળ તરીકે રાખી શકે છે, અથવા તો વાર્ષિક આવકના બેથી ત્રણ ગણા રાખી શકે છે. તેનો આધાર તમારી આવક ધારા પર છે. જો તમે એકાએક તમારી નોકરી કે આવક ગુમાવો તો તમારા લાંબા ગાળાની યોજનાને ખલેલ પહોંચાડ્યા વગર આ ભંડોળથી તમે તમારું ભાડું, માસિક હપ્તા, શૈક્ષણિક ફી, આરોગ્ય બિલ વગેરે થોડા મહિનાઓ માટે ભરી શકો છો.

2) આયોજનમાં જોખમ

આયોજનમાં જોખમમાં મુખ્યત્વે પૂરતું આરોગ્ય અને જીવન વીમા આવરણ (કવર) ખરીદવાનો સમાવેશ થાય છે. ભટ્ટ કહે છે કે કૉવિડ-19 ફાટી નીકળવા અને જે પ્રકારે હૉસ્પિટલનાં બિલ હોય છે તે જોતાં લોકોને તેમને જરૂરી છે તે આરોગ્ય આવરણની મર્યાદા પર પુનઃવિચાર કરવાની ફરજ પડી છે.

તેમણે લોકોને દેશમાં પ્રવર્તિત તબીબી ખર્ચને ધ્યાનમાં રાખીને 2021માં તેમની આરોગ્ય પૉલિસીઓની સુનિશ્ચિત રકમ વધારવાની સલાહ આપી છે. જીવન વીમાની દૃષ્ટિએ, ભટ્ટે લોકોને તેમના એચએલવી અથવા માનવ જીવન મૂલ્ય પર ટેબ રાખવાની સલાહ આપી છે, જે એવી સંખ્યા છે જે ભવિષ્યના આવક ખર્ચ, જવાબદારીઓ અને રોકાણોનું વર્તમાન મૂલ્ય જણાવે છે અને તે મુજબ તેમનું જીવન આવરણ વધારે છે.

3) અસ્ક્યામતોની ફાળવણી

આ વર્ષ વિવિધ અસ્ક્યામતો (એસેટ) વર્ગો માટે અત્યંત અસ્થિર હતું – પછી તે ઇક્વિટી, દેવું કે સોનું હોય. ઘર-વાસ (લૉકડાઉન)ના પ્રારંભિક મહિનાઓમાં દલાલ સ્ટ્રીટ લોહીમાં સ્નાન કરતાં (કડાકો બોલતાં) લાખો અને કરોડોના રોકાણકારોના નાણાં ડૂબી ગયાં. બૉન્ડ માર્કેટમાં પણ આ વર્ષે ૧૪ અબજ ડૉલર જેટલો જંગી પ્રવાહ જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો, પરંતુ ઉથલપાથલ અને મંદી અચાનક અને તીક્ષ્ણ હતી. ભટ્ટ કહે છે કે વર્ષ 2020 એ "ખુશ અનુભૂતિ" તરફ દોરી ગયું કે રોકાણનું વૈવિધ્યકરણ ખરેખર મહત્ત્વનું હતું. તે કાયમ સુવર્ણ નિયમ છે કે રોકાણકારોએ તેમનાં તમામ નાણાં એક જ જગ્યાએ ન મૂકવાં જોઈએ. અને અલગ-અલગ અસ્ક્યામત વગરના સંયોજનમાં નાણાંને રોકવાં જોઈએ.

હજુ રોગચાળો સમાપ્ત થયો નથી તે હકીકત અને જોખમ હજુ ઘણું ઊંચું છે તે જોતાં, ૨૦૨૧ની આર્થિક યોજનામાં જરૂરી ફેરફારો કરવાથી તમે તમારી જાતને વધુ સુરક્ષિત રાખી શકશો અને ભવિષ્યની કોઈ પણ દુર્ઘટના કે કટોકટીને પહોંચી વળવા સજ્જ હશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.