ETV Bharat / business

પેટ્રોલની કિંમતોમાં સતત બીજા દિવસે રાહત, આજે પણ ન વધ્યા ભાવ - બિઝનેસ ન્યૂઝ

છેલ્લા 12 દિવસથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. તો કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર થઈ ગયો છે. 12માં દિવસે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 3.64 રૂપિયાનો વધારો જોવામાં આવ્યો હતો.

Petrol
Petrol
author img

By

Published : Feb 22, 2021, 12:31 PM IST

  • પેટ્રોલના ભાવમાં બીજા દિવસે રાહત
  • શનિવારે સતત 12માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો
  • ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવમાં બીજા દિવસે પણ રાહત મળી છે. શનિવારે સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જો કે, રવિવાર અને સોમવારે પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી. આથી લોકોને રાહત મળી હતી.

ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર

આ પહેલા સતત 12માં દિવસે દેશમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો, જેના કારણે લોકો ખૂબ પરેશાન થયા હતા. ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. રાજધાની દિલ્હીમાં 12 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 3.64 નો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4.18 નો વધારો થયો છે.

મુખ્ય શહેરોમાં ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.58 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવ 80.97 રૂપિયા પ્રતિ લીટર છે. એ જ રીતે, મુંબઇમાં પેટ્રોલ 97.00 પ્રતિ લીટર અને ડીઝલ 88.06 રૂપિયા લીટર, કોલકાતામાં પેટ્રોલ 91.78 અને ડીઝલ 84.56 રૂપિયા લીટર તથા અને ચેન્નાઈમાં પેટ્રોલ 92.59 અને ડીઝલ 85.98 રૂપિયા લીટર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.