- 15મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહિ
- પેટ્રોલના ભાવમાં 29થી 30 પૈસાનો વધારો કરાયો
- 17 જુલાઈથી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ
નવી દિલ્હી : સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત 15મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 17 જુલાઈથી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. જ્યારે આ દિવસે પેટ્રોલના ભાવમાં 29થી 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા
આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિલિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.08 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 93.02 રૂપિયા પ્રતિલિટર છે. તે જ સમયે ચેન્નઈમાં પેટ્રોલ 100થી વધારે છે. અહીં પેટ્રોલ 102.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.39 રૂપિયા છે.
જાણો મોટા મહાનગરોમાં શું છે કિંમત ?
આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.
શહેર | ડીઝલ | પેટ્રોલ |
દિલ્હી | 89.87 | 101.84 |
મુંબઇ | 97.45 | 107.83 |
કોલકત્તા | 93.02 | 102.08 |
ચેન્નઇ | 94.39 | 102.49 |
(પેટ્રોલ-ડીઝલની કિંમત રૂપિયા પ્રતિ લિટરમાં છે)
આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને પાર
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ સિવાયના મહાનગરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂક્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.
આ પણ વાંચો : પેટ્રોલની કિંમતોમાં સતત બીજા દિવસે રાહત, આજે પણ ન વધ્યા ભાવ
ડીલર ટેક્સ અને માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે
આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
આ પણ વાંચો -