- દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 25 પૈસાનો વધારો
- પેટ્રોલ-ડીઝલની મોંઘવારીનો આંકડો 100ને પાર
- કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા દિલ્હીમાં અનેક સ્થળો પર થઈ રહ્યા છે પ્રદર્શન
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની મોંઘવારીનો આંકડો 100ને પાર થઈ ગયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બુધવારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો હતો. આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100.07 રૂપિયાને પાર કરી ગયો છે. આજે ડીઝલની કિંમત 24થી 26 પૈસા વધી છે, જ્યારે પેટ્રોલની કિંમત 23થી 25 પૈસા વધી છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા થઈ ગઈ છે જ્યારે મુંબઈમાં તે લીટરદીઠ 96 રૂપિયા પર પહોંચી ગઈ છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 25 પૈસાનો વધારો
દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં આજે ફરીથી વધારો જોવા મળ્યો છે. અહીં પેટ્રોલની કિંમતમાં 25 પૈસા વધીને 89.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 25 પૈસા વધીને 79.95 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ચાલુ છે. રોજ રોજ વધતી કિંમત નવા નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. દિલ્હીમાં આજે ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં 25-25 પૈસાનો વિધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 25 પૈસા વધીને 89.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.
કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા દિલ્હીમાં અનેક સ્થળો પર થઈ રહ્યા છે પ્રદર્શન
તો બીજી બાજુ ડીઝલની કિંમતમાં 25 પૈસા વધીને 79.95 પ્રતિ લીટર થઈ ગયા છે. વધારાને કારણે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા દિલ્હીમાં અનેક સ્થળો પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યારે સામાન્ય લોકો પણ સરકાર પ્રતિ નારાજગી દર્શાવી રહ્યા છે.