ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 581 પોઈન્ટ તૂટ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market)ની પણ શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 581.19 પોઈન્ટ (1.04 ટકા) તૂટીને 55,048.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 174.30 પોઈન્ટ (1.05 ટકા) ઘટીને 16,394.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 581 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Aug 20, 2021, 9:42 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મળી રહ્યા છે નબળા સંકેત
  • સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર માર્કેટની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 581.19 તો નિફ્ટી (Nifty) 174.30 પોઈન્ટના ઘટાડા સાથે શરૂ થયો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market)ની પણ શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 581.19 પોઈન્ટ (1.04 ટકા) તૂટીને 55,048.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 174.30 પોઈન્ટ (1.05 ટકા) ઘટીને 16,394.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- HDFC બેન્ક નવા ક્રેડિટ કાર્ડ વેચી શકશે, RBIએ અંશતઃ પ્રતિબંધ હટાવ્યો

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

શેર બજારની શરૂઆત ભલે નબળી થઈ હોય, પરંતુ આજે દિવસભર ઓએનજીસી (ONGC), ઓઆઈએલ (OIL), એચઓઈસી (HOEC), પેન્ટ્સ કંપનીઝ (Paints COs), સ્નેડર એલે (Schneider Ele), જિનસ પાવર (Genus Power), એચબીએલ પાવર (HBL Power), અદાણી ટ્રાન્સ (Adani Trans), ટાટા પાવર (TATA Power), ઈન્ડિગો (Indigo), ટાટા મોટર્સ (Tata Motors), એનએલસી ઈન્ડિયા (NLC India), જેટીએલ ઈન્ફ્રા (JTL Infra), ઉજ્જિવન એસએફ બેન્ક (Ujjivan SF Bank), મેટલ શેર્સ (Metal Shares), આઈશર મોટર્સ (Eicher Motors), ભેલ (BHEL) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

એશિયાઈ બજાર (Asian Market)માં મિશ્ર વેપાર જોવા મળ્યો

વૈશ્વિક બજાર (Global Market)ની વાત કરીએ તો, અમેરિકામાં ડાઉ (DOW) સતત ત્રીજા દિવસે ગગડ્યો છે. જ્યારે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 12. 50 પોઈન્ટ ઉપર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.68 ટકા ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જોકે, સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 0.69 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.20 ટકાના વધારા સાથે 16,407.97ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.97 ટકા તૂટીને 25,069.60ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 0.71 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.78 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.