ક્રૂડના ભાવમાં 69 ડોલર પ્રતિ બેરલ વધારો થયો છે. જો કે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટમીમિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના ભાવમાં 63 ડોલર પ્રતિ બેરલથી વધારે છે.
અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનના ચાવીરૂપ અને ઈરાકી લશ્કરી દળના જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખતા ખાડી દેશોમાં નવેસરથી સંકટ સર્જાય તેવી દહેશતને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં આશરે 3 ટકાનો ઉછાળો આવતા ભારતીય શેરબજાર પર તેની સ્પષ્ટપણે વિપરીત અસર જોવા મળતી હતી.
તેલ કંપનીઓએ શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 1 જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા, પરંતુ તે પછી ગુરુવાર અને શુક્રવારે તેમાં વધારો કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 3 ટકા મજબૂત બન્યા છે. આથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ આવ્યું છે. આજે, બ્રેન્ટ ક્રૂડ તેલનો ભાવ 4.4 ટકા વધીને 69.16 ડોલર પર પહોંચી ગયો છે.
ડબ્લ્યુટીઆઈ 4.3 ટકા વધીને 63.84 યુએસ ડોલર પર પહોંચી ગયું છે. તેની અસર અન્ય દેશોની સાથે ભારત પર પણ થઈ શકે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે. તે જ કારણ છે કે ભારત અને અરબ દેશો ઈરાન પાસેથી ક્રૂડ તેલની આયાત કરતા રહ્યાં છે.