- છેલ્લા 20 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર
- દેશની જનતાને થોડી રાહત
- ડીઝલના ભાવ પણ સ્થિર
દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત સ્થિર ચાલી રહી છે, શુક્રવારે એટલે કે 6 ઓગસ્ટ 2021એ સતત 20મો દિવસ છે જ્યારે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નથી થયો. જનતાને આ સ્થિરતાથી ઘણી રાહત મળી રહી છે કારણ કે ઉંચાઈ પર ચાલી રહેલા પેટ્રોલના ભાવમાં કોઈ ઘટાડો તો જોવા નથી મળી રહ્યો. રાહત બસ એટલી છે કે ભાવ વધી નહીં રહ્યા કારણ કે મે-જૂનમાં દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે વધારો થયો હતો તેવો વધારો ક્યારે પણ નહતો થયો.
ભાવ 100ની ઉપર
દેશના લગભગ 19 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર છે. કેટલાક જિલ્લાઓમાં તો પેટ્રોલ 110 પ્રતિ લીટર વેંચાઈ રહ્યું છે તો ડીઝલનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. ડીઝલ પણ મોટા ભાગના શહેરોમાં 90 થી 100ની વચ્ચે વેંચાઈ રહ્યું છે. 4 મે અને 17 જૂલાઈ વચ્ચે દર 2-3 દિવસે ભાવ વધીને પેટ્રોલનો ભાવ 11 રૂપિયા વધી ગયો હતો. ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે વિદેશમાં ભારતીય મિશનના વડાઓ સાથે વાતચીત કરશે
પેટ્રોલના ભાવ
શહેર | પેટ્રોલ(પ્રતિ લીટર) | ડીઝલ (પ્રતિ લીટર) |
દિલ્હી | ₹.101 | ₹89.87 |
મુંબઈ | ₹107.83 | ₹97.45 |
કોલકત્તા | ₹102.08 | ₹93.02 |
ચેન્નેઈ | ₹ 102.49 | ₹94.39 |
બેગ્લોર | ₹105.25 | ₹95.26 |
ભોપાલ | ₹110.20 | ₹98.67 |
લખનૌ | ₹ 98.92 | ₹ 90.26 |
પટના | ₹104.25 | ₹95.57 |
ચંદિગઢ | ₹97.93 | ₹89.50 |