નરેશ ગોયલ તેમની પત્ની સાથે દુબઈ જનારી એમીરેટ્સ ફલાઈટમાં બેઠા હતા પરંતુ એમિગ્રેશન ઓથૉરેટીને જાણ થતાં જ અધિકારીઓએ આ ફલાઈટને રોકી હતી.
એમિરેટ્સની આ ફ્લાઈટ 3.35 રવાના થનારી હતી. ગત મહિને જેટ એરવેઝના અધિકારીઓ અને કર્મચારી સંઘના અધ્યક્ષ કિરણ પાવસ્કરે મુંબઈ પોલિસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. જેમાં ગોયલ અને નિર્દેશકો તેમજ જેટ એરવેઝના સિનિયર અધિકારીઓના પાસપોર્ટ રદ કરવા કહ્યું હતું. જેટ એરવેઝે કેટલાક મહિનાઓ સુધી તેમના કર્મચારીઓને વેતન આપ્યું ન હતુ. આ પહેલા અનિતા ગોયલની સાથે નરેશ ગોયલે જેટ એરવેઝના બોર્ડથી રાજીનામું આપ્યું હતું. જેની સ્થાપના 26 વર્ષ પહેલા કરી હતી.