નવી દિલ્હી: બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કિંગ સ્પેસ અત્યાર સુધીની સૌથી મોટી એકત્રીકરણની કવાયત આકાર લેવાની તૈયારીમાં છે, જ્યારે PSUના છ શાહુકાર વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં જોડાવા ચાર નવા બિડમાં જોડાશે.
આ કવાયતનું મહત્વ વધારે એટલા માટે છે કારણ કે, આ તે સમયે થઇ રહ્યું છે, જ્યારે સમગ્ર દેશ કોવિડ-19ની મહામારીમાં ફસાયેલો છે. આ જીવલેણ વાઇરસના ફેલાવાને રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે.

વધુમાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, આ સમયે મર્જર ખૂબ જ સરળ અને એકીકૃત નહીં હોય. જો કે, બેન્કોના વડાઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે, અમે યોજના મુજબ ચાલીએ છીએ. પરંતુ હા, તેના અમલીકરણમાં ચોકક્સ ફેરફાર કર્યા છે. અમે કર્મચારીઓ અને ગ્રાહકો માટે કોઇ વિક્ષેપ ન આવે તેમ કાર્ય કર્યું છે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજકિરણ રાયે જણાવ્યું હતું કે, પીએનબી, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક અને ઇન્ડિયન બેન્ક એમ ચાર એન્કર બેન્કો લૉકડાઉનને કારણે અમલીકરણ અને પ્રક્રિયાના કેટલાક ભાગોને સ્થગિત કરી છે. બેન્કોના મર્જરને કારણે અમે લોન પ્રક્રિયા જેવી કેટલીક પ્રક્રિયામાં કોઇ ફેરફાર કર્યો નથી. જે અમે અગાઉ કરવાની દરખાસ્ત કરી હતી. જો કે, હાલની પરિસ્થિતિને જોતા આ સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી આપણે જૂની પદ્ધતિ યથાવત રાખીશું.
એકત્રીકરણ પછી, જાહેર ક્ષેત્રની સાત મોટી બેન્કો (પીએસબી), અને પાંચ નાની બેન્ક હશે. 2017 માં ત્યાં 27 જેટલા પીએસબી હતા. દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોની સંખ્યા આગામી નાણાકીય વર્ષથી શરૂ થતાં 18થી 12 થઈ જશે.
મહત્વનું છે કે, સરકારે જાહેર ક્ષેત્રમાં મોટી કદની મજબુત બેન્કો બનાવવાની તેની એકત્રીકરણ યોજનાના ભાગ રૂપે સરકારે 10 રાજ્યની માલિકીની બેન્કો માટેના એકીકરણ યોજનાઓને 4 માર્ચે જાહેર કરી હતી.