ETV Bharat / business

શેર માર્કેટ ફરી નવી ઊંચાઈ પર ખૂલ્યું, લીલા નિશાન પર ધંધો કરી રહ્યા છે સેન્સેક્સ-નિફ્ટી - એક્સીસ બેન્ક

આજે અઠવાડિયાના બીજો દિવસે પણ શેર બજાર નવી ઊંચાઈ સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 212.75 સંખ્યા (0.50 ટકા) ઉપર 42810.18ના સ્તર પર ખૂલ્યું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 66.10 સંખ્યાના વધારા (0.53 ટકા) સાથે 12527.15 પર થઈ હતી.

શેર માર્કેટ આજે ફરી નવી ઊંચાઈ પર ખુલ્યું, લીલા નિશાન પર ધંધો કરી રહ્યા છે સેન્સેક્સ-નિફ્ટી

author img

By

Published : Nov 10, 2020, 3:40 PM IST

  • આજે બીજા દિવસે પણ શેર બજાર નવી ઊંચાઈએ ખૂલ્યું
  • 6 વ્યાપારી સત્રથી શેરબજાર તેજી સાથે બંધ થઈ રહ્યું છે
  • ઈન્ફોસિસ, ડોક્ટર રેડ્ડી, ડિવિસ લેબના શેર લાલ નિશાને ખૂલ્યા

નવી દિલ્હીઃ ઈન્ડેક્સે વર્ષ 2020માં થયેલા નુકસાનની ભરપાઈ સંપૂર્ણ રીતે કરી લીધી છે. આ 1 જાન્યુઆરી 2020એ 41306.02 પર બંધ થયું હતું. અમેરિકી ચૂંટણીમાં જો બાઈડનની જીતની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. 6 વ્યાપારી સત્રથી શેર બજાર તેજી સાથે બંધ થઈ રહ્યું છે. જોકે વિશ્લેષકોના મતે, આગળ બજારમાં ઉતાર-ચઢાવ ચાલશે એટલે સાવધાની રાખવી પડશે. આજે એચસીએલ ટેક, શ્રી સિમેન્ટ, એક્સીસ બેન્ક, સિપ્લા અને ટેક મહિન્દ્રાની શરૂઆત તેજી સાથે થઈ. જ્યારે ઈન્ફોસિસ, ડોક્ટર રેડ્ડી અને ડિવિસ લેબના શેર લાલ નિશાન પર ખૂલ્યા.

આઈટીના વિશેષ તમામ સેક્ટર લીલા નિશાને ખૂલ્યા

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાર્મા અને આઈટીના વિશેષ તમામ સેક્ટર લીલા નિશાન પર ખૂલ્યા છે. જેમાં બેન્ક, ફાઈનાન્સ સર્વિસીઝ, પ્રાઈવેટ બેન્ક, મેટલ, રિયલ્ટી, પીએસયૂ બેન્ક, મીડિયા, એફએમસીજી અને ઓટો સામેલ છે.

પ્રી ઓપન દરમિયાન શેરબજારના હાલ

પ્રી ઓપન દરમિયાન સવારે 9.02 વાગ્યે સેન્સેક્સ 132.63 સંખ્યા એટલે કે, 0.31 ટકાના વધારા સાથે 42730.06ના સ્તર પર હતો. જ્યારે નિફ્ટી 121.50 સંખ્યા એટલે કે 0.98 ટકા પર 12582.50ના સ્તર પર હતો. ગયા વ્યાપારી દિવસે શેર બજાર જોરદાર વધારા સાથે બંધ થયું હતું. કાલે સેન્સેક્સ-નિફ્ટી નવા શિખર પર પહોંચ્યા હતા. સેન્સેક્સ 1.68 ટકાની તેજી સાથે 704.37 સંખ્યા પર 42597.43ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 1.61 ટકા (197.50 સંખ્યા)ના વધારા સાથે 12461.05ના સ્તર પર બંધ થયો હતો.

સોમવારે પણ વધારા સાથે ખૂલ્યું હતું બજાર

સોમવારે શેરબજાર વધારા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 503.93 સંખ્યા (1.20 ટકા) પર 42393.99ના સ્તર પર ખૂલ્યું હતું અને નિફ્ટીની શરૂઆત 135.85 સંખ્યાની તેજી (1.11 ટકા)ની સાથે 12399.40 પર થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.