- 1560 રૂપિયાથી ઘટીને 1300 રૂપિયા નીચે પહોંચ્યો શેર
- રોકાણકારોને ઇશ્યૂ પ્રાઇસ પર 800 રૂપિયાથી વધારેનું નુકસાન
- લિસ્ટિંગની સાથે જ રોકાણકારોને પ્રત્યેક શેર 195 રૂપિયાનું નુકસાન
હૈદરાબાદ: Paytmના શેરો (paytm share)માં લિસ્ટિંગની સાથે જ શરૂ થયેલો કડાકો સતત યથવાત છે. સોમવારના બજાર (share market) ખુલ્યા બાદ શરૂઆતના કલાકોમાં જ Paytmના શેર (paytm share price) 17 ટકા ઘટ્યા છે. સોમવારના 1560 રૂપિયાથી શેર સીધા 1300 રૂપિયા નીચે પહોંચી ગયા છે. આ રીતે Paytmના રોકાણકારોને ઇશ્યૂ પ્રાઇસ (paytm share issue price) પર અત્યાર સુધી લગભગ 800 રૂપિયાથી વધારેનું નુકસાન થઈ ચૂક્યું છે.
લિસ્ટિંગની સાથે જ શેરમાં કડાકો
Paytmના શેરોની લિસ્ટિંગ (paytm share listing) ગુરૂવાર 18 નવેમ્બરના થઈ હતી, પરંતુ લિસ્ટિંગની સાથે શેરમાં જો કડાકો શરૂ થયો એ સોમવારના પણ યથાવત છે. શેરની લિસ્ટિંગ 10 ટકા ડિસ્કાઉન્ટ પર 1955માં થઈ. કંપનીએ એક શેરની ઇસ્યૂ પ્રાઇસ 2150 રાખી હતી, એટલે કે Paytmના IPOમાં પૈસા લગાવનારાએ પ્રત્યેક શેર 2150 રૂપિયા આપવા પડ્યા. એટલે કે લિસ્ટિંગની સાથે રોકાણકારોને પ્રત્યેક શેર 195 રૂપિયાનું નુકસાન થયું.
Paytmના શેરની સ્થિતિ સતત બગડી રહી છે
આ કડાકો લિસ્ટિંગવાળા દિવસે આમ જ ચાલતો રહ્યો અને બજાર બંધ થયું ત્યાં સુધી પેટીએમનો શેર લગભગ 27 ટકા ઘટીને 1560 સુધી પહોંચી ગયો. 19 નવેમ્બરના ગુરૂ પર્વ અને પછી શનિવાર-રવિવારની રજાઓ બાદ બજાર સોમવારના ખુલ્યું, પરંતુ પેટીએમના શેરની સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડતી જઈ રહી છે.
2 દિવસમાં જ રૂપિયા 850થી વધુનો ઘટાડો
18 નવેમ્બરે લિસ્ટિંગ પછી 3 દિવસ બજાર બંધ રહ્યું અને સોમવારે પેટીએમના લિસ્ટિંગના બીજા દિવસે પણ ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલું રહ્યો. ગુરુવારે લિસ્ટિંગના દિવસે બજાર બંધ થયું ત્યાં સુધી પેટીએમના એક શેરની કિંમત ઘટીને 1560 રૂપિયા થઈ ગઈ હતી, જે સોમવારે ખુલતાની સાથે જ સતત ઘટી રહી હતી અને બપોરે 12 વાગ્યા સુધીમાં તે લગભગ 270 રૂપિયા સુધી નીચે આવી ગયો હતો અને એક શેરનો ભાવ રૂપિયા 1300ની નીચે પહોંચી ગયો. આ રીતે ફક્ત બીજા દિવસે જ પેટીએમનો શેર 40 ટકાથી વધુ એટલે કે લગભગ રૂપિયા 850થી વધારે ઘટી ગયો હતો. એટલે કે, જે રોકાણકારે પેટીએમના IPOમાં 2150 રૂપિયા પ્રતિ શેરના દરે રોકાણ કર્યું છે તેણે 2 દિવસમાં અત્યાર સુધીમાં 850 રૂપિયા ગુમાવ્યા છે.
'નામ બડે ઔર દર્શન છોટે' સાબિત થયો પેટીએમનો IPO
ઉલ્લેખનીય છે કે દેશનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમની પેરેન્ટ કંપની One 97 Communications જે IPO લઇને આવી હતી તે રૂપિયા 18,300 કરોડ સાથે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હતો. છેલ્લા ઘણા મહિનાઓથી બજારમાં પેટીએમના IPOની ચર્ચા ચાલી રહી હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું કે રોકાણકારો તેને લેશે, પરંતુ આ IPOને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. મોટા રોકાણકારોએ આ IPOમાં રસ દાખવ્યો નહોતો, તેના માટે કંપનીની પ્રોફાઇલથી લઈને IPOની ઊંચી કિંમત સુધીના ઘણા કારણો હતા.
આ પણ વાંચો: પહેલા જ દિવસે Share Marketમાં મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ચોંકાવનારું સ્તર
આ પણ વાંચો: ઓનલાઈન ફાર્મસી બિઝનેસમાં ફ્લિપકાર્ટની એન્ટ્રી, આ ભારતીય કંપનીનું કરશે સંપાદન