નવી દિલ્હી : ગાંધી જયંતિ પર ખાદી ઇન્ડિયાના કનોટ પેલેસ સ્થિત શૉ રૂમે એક કરોડથી પણ વધુની કમાણી કરી છે. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે (કેવીઆઇસી) જણાવ્યું કે, કોરોના મહામારીમાં પણ ખાદીનું વેચાણ સારૂ થયું છે.
કેવીઆઇસીએ જણાવ્યું કે, ગાંધી જ્યંતિના દિવસે કુલ 1.02 કરોડ ખાદીનું વેચાણ થયું છે. ગત વર્ષ ખાદીનું વેચાણ કુલ 1.27 કરોડ થયું હતું. ગાંધી જ્યંતિના દિવસે વહેલી સવારથી જ લોકો ખરીદી માટે શોરૂમે આવીને લાઇનમાં ઉભા રહી ગયા હતા.
કેવીઆઇસીએ મહાત્મા ગાંધીની 151 જન્મ જ્યંતિ પર બધા ઉત્પાદકો પર વિશેષ વાર્ષિક 20 ટકાની છૂટ શરૂ કરી હતી. કેવીઆઇસીના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે, કોરોના હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ વખતે વડાપ્રધાન દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી હતી, તેનું આ પરિણામ છે. ખાદી હવે ઘર ઘરમાં ઓળખ બની ગઇ છે. તેમજ દેશમાં ખાદી પ્રશંસકોની સંખ્યા પણ વધી રહી છે.