- ભરતી સંબંધિત ગતિવિધિઓમાં વૃદ્ધિ
- ઑક્ટોબર-ડિસેમ્બર 2021ના ત્રિમાસિકગાળામાં જોવા મળ્યો ઉછાળો
- નોન-આઈટી ક્ષેત્રોમાં નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો
મુંબઈ: એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં ઑક્ટોબર-ડિસેમ્બર 2021ના ત્રિમાસિકગાળા (Quarter)માં ભરતી સંબંધિત ગતિવિધિઓ (Recruitment Activities)માં વૃદ્ધિ મુખ્ય રીતથી એન્જિનિયરિંગ અને ઉત્પાદન (Engineering and Manufacturing)ની સાથે સાથે ટેક્નોલોજી ક્ષેત્રોના સારા પ્રદર્શનને કારણે થઈ રહી છે.
ભરતી પ્રવૃત્તિમાં ઉછાળો થવાના કારણ
આ રિપોર્ટ વૈશ્વિક ભરતી નિષ્ણાત માઈકલ પેજ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તે તેમના ભારતથી સંબંધિત વિશિષ્ટ ડેટા પર આધારિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભરતી પ્રવૃત્તિમાં ઉછાળો આર્થિક પ્રવૃત્તિમાં વધારો, છેલ્લા કેટલાક મહિનામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા રસીકરણ અભિયાનો અને કોવિડ-19ની બીજી લહેર નબળી પડી હોવાનું દર્શાવે છે.
નોન-આઈટી ક્ષેત્રોમાં નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો
વર્તમાન ક્વાર્ટરમાં કાનૂની અને માનવ સંસાધન ક્ષેત્ર જેવા નોન-આઈટી ક્ષેત્રોમાં નોકરીની તકોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, વર્તમાન ત્રિમાસિકગાળામાં ભરતીમાં 14 ટકાનો વધારો થયો છે પરંતુ વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો પાછલા વર્ષની સરખામણીમાં ભરતી પ્રવૃત્તિઓમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.
આ પણ વાંચો: સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળ્યો
આ પણ વાંચો: RBI ગવર્નર બોલ્યા - અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા જરૂરી