નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે, સરકાર જલ્દી જ સાર્વજનિક ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ હેઠળ વધુ છ એરપોર્ટની હરાજીની પ્રક્રિયા શરુ કરશે.
તેમણે કહ્યું કે, આ રીતે કુલ 12 એરપોર્ટમાં ખાનગી કંપનઓથી લગભગ 13 હજાર કરોડ રુપિયાનું વધુ રોકાણ પ્રાપ્ત થશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ અંતર્ગત ઓપરેશન અને જાળવણી માટે ખાનગી કંપનીઓને ઓફર કરેલા છ એરપોર્ટમાંથી ત્રણ હવાઇમથકો પહેલેથી જ સોંપી દીધા છે.
નાણા પ્રધાને કોરોના વાઇરસ રોગચાળાના પ્રભાવથી અર્થતંત્રને રાહત આપવાની જાહેરાત કરી રૂપિયા 20 લાખ કરોડના પ્રોત્સાહક પેકેજની ચોથી હપ્તામાં બીજા છ એરપોર્ટની હરાજીની તૈયારી અંગે માહિતી આપી હતી.
સીતારામણે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છ એરપોર્ટની વાર્ષિક આવક આશરે એક હજાર કરોડ રૂપિયા થશે, જ્યારે તેમનો હાલનો નફો દર વર્ષે આશરે 540 કરોડ રૂપિયા છે. આ સિવાય એએઆઈને 2,300 કરોડની ચુકવણી પણ મળશે.
આ હરાજી માટે બીજા છ એરપોર્ટની ઓળખ કરવામાં આવી છે અને બોલી લગાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ અમૃતસર, વારાણસી, ભુવનેશ્વર, ઇન્દોર, રાયપુર અને ત્રિચીમાં છે.
સીતારામણે કહ્યું કે, આ 12 વિમાનમથકોની હરાજીના પહેલા અને બીજા રાઉન્ડમાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ ખાનગી કંપનીઓ દ્વારા પ્રાપ્ત થવાની સંભાવના છે.
ગત્ત વર્ષે સરકારે પીપીપી મોડેલ દ્વારા લખનઉ, અમદાવાદ, જયપુર, મંગલુરુ, તિરુવનંતપુરમ અને ગુવાહાટીના છ એરપોર્ટના સંચાલન, વિકાસ અને વિકાસ માટે બિડ મંગાવી હતી.
સિતારામણે જણાવ્યું હતું કે, હરાજીના ત્રીજા રાઉન્ડમાં અન્ય છ એરપોર્ટ પણ ઓફર કરવામાં આવ્યા હતા. સરકારના નિયંત્રણવાળા એએઆઈ દેશના 135 થી વધુ એરપોર્ટ્સનું સંચાલન કરે છે. તેમાંથી 110 જેટલા એરપોર્ટ કાર્યરત છે.