ETV Bharat / business

સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, સોનું રેકોર્ડ હાઈથી 9,000 સસ્તું - ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ

સોનાની ખરીદી કરવા માગતા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, છેલ્લા દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) સોનાના ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે. તો ઘરેલુ કિંમતોમાં પણ તેજી જોવા મળી છે. જોકે, સોનું અત્યારે પણ પોતાના રેકોર્ડ હાઈ 56,200થી લગભગ 9,000 સસ્તું ચાલી રહ્યું છે.

સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, સોનું રેકોર્ડ હાઈથી 9,000 સસ્તું

author img

By

Published : Aug 19, 2021, 2:37 PM IST

  • સોનાની ખરીદી (Gold) કરવા માગતા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) સોનાના ભાવમાં સુસ્તી જોવા મળી
  • સોનું હજી પણ રેકોર્ડ હાઈ 56,200થી લગભગ 9,000 સસ્તુ ચાલી રહ્યું છે

ન્યૂઝ ડેસ્કઃ સોનામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મજબૂત ડોલરના કારણે સોનામાં થોડી નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી અહીં આંતરરાષ્ટ્રીય બજાર (International Market) સોનામાં સુસ્તી જોવા મળી છે. તો ઘરેલુ કિંમતમાં પણ થોડી તેજી જોવા મળી છે. સોનું હજી પણ રેકોર્ડ હાઈ 56,200થી લગભગ 9,000 સસ્તુ ચાલી રહ્યું છે. જોકે, ઓવરઓલ જોઈએ તો, સોનાએ (Gold) રિકવરી કરી છે. સોનું 45,600ને ચાર મહિનાઓના નીચલા સ્તરને અડ્યો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી સુધી સોનું ફરી 50,000 સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો- Diesel 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું, Petrolની કિંમતમાં સતત 33મા દિવસે કોઈ વધારો નહીં

સોના અને ચાંદી ફ્યૂચરમાં સારો ઘટાડો જોવા મળ્યો

આજે (ગુરૂવારે) આંતરરાષ્ટ્રીય બજારમાં ફરીથી સોના અને ચાંદી ફ્યૂચરમાં સારો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર, સવારે 10.13 પર MCX પર સોનામાં 0.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 1,778.58 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 1.24 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 23.21 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ પણ વાંચો-

IBJAના દર

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લા અપડેટ સાથે આજે સોનાની કિંમત આ રીતે છે. (આ કિંમત પ્રતિ ગ્રામ પર GST વગર છે)

999 (પ્યોરિટી)- 47,276

995- 47,087

916- 43,305

750- 35,457

585- 27,656

સિલ્વર 999- 63,341

22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત

આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,751, 8 ગ્રામ પર 38,008, 10 ગ્રામ પર 47,510 અને 100 ગ્રામ પર 4,75,100 રૂપિયા ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો 22 કેરેટ સોનું 45,510 પર વેંચાઈ રહ્યું છે.

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત શું છે? જુઓ

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમતો (Gold Price) પર નજર કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 46,460 અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 50,670 ચાલી રહી છે. મુંબઈમા 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 46,510 અને 24 કેરેટ સોનું 47,510 પર ચાલી રહ્યું છે. કોલકાતામાં 22 કેરેટ સોનું 46,760 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનું 49,460 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 44,650 અને 24 કેરેટ 48,710 રૂપિયા પર છે. આ કિંમત 10 ગ્રામ પર છે.

ચાંદીની કિંમત શું છે?

તો આ તરફ ચાંદીની વાત કરીએ તો, પ્રતિ કિલોગ્રામ ચાંદીની કિંમત (Silver Price) 62,500 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 62,500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત (Silver Price) 68,200 રૂપિયા પ્રતિ કિલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.