ETV Bharat / business

Gold Silver Price: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઘટાડો આવ્યો, જુઓ શું ભાવ છે? - Domestic market

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત (Gold Price) નરમ હોવા અને ડોલરની (Dollar) સરખામણીમાં રૂપિયાનો વિનિમય દર (Exchange rate)માં સુધારો થયો છે. આ તમામની વચ્ચે દિલ્હી શરાફી બજાર (Delhi Sharafi Bazaar)માં સોમવારે સોનાના ભાવમા 124 રૂપિયાના ઘટાડા સાથે 46,917 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો છે.

Gold Silver Price: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઘટાડો આવ્યો, જુઓ શું ભાવ છે?

author img

By

Published : Aug 3, 2021, 11:22 AM IST

  • સોનાના ભાવમાં (Gold Price) ફરી એક વાર નરમાઈ આવી
  • દિલ્હી શરાફી બજારમાં સોનાના ભાવમાં 124 રૂપિયાનો ઘટાડો
  • આજે સવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) બુલિયન્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં (Gold Price) ફરી એક વાર નરમાઈ આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) સોનાના વેપારમાં સોમવારે નરમાઈ જોવા મળી હતી. ત્યારબાદ ઘરેલુ બજારમાં પણ યેલો મેટલમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત નરમ હોવા અને ડોલરની સરખામણીમાં રૂપિયાનો વિનિમય દરમાં સુધારો થયો છે. આ તમામની વચ્ચે દિલ્હી શરાફી બજારમાં (Delhi Sharafi Bazaar) સોમવારે સોનાના ભાવમા 124 રૂપિયાના ઘટાડા સાથે 46,917 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો છે. સોનાનો છેલ્લો બંધ ભાવ 47,041 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદી પણ 18 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 66,473 રૂપિયા પ્રતિ કિલો પર રહી છે. આનો છેલ્લો બંધ ભાવ 66,491 રૂપિયા હતો.

આ પણ વાંચોઃ SBIએ ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે ‘SIM Binding’ ફિચર લોન્ચ કર્યું

સોનામાં (Gold) 0.017 ટકાનો ઘટાડો જોવા મળ્યો

મંગળવારે સવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) બુલિયન્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ભારતીય સમયાનુસાર, સવારે 8.32 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનામાં (Gold) 0.017 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 1,810.70 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. જ્યારે ચાંદીમાં પણ 0.85 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો ચાંદી 25.29 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતો.

આ પણ વાંચોઃ Share Market: આજે ફરી એક વાર શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 204 પોઈન્ટનો ઉછાળો

કયા શહેરમાં શું ભાવ છે?, જુઓ

આજે (મંગળવારે) 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,838, 8 ગ્રામ પર 38,704, 10 ગ્રામ પર 48,380 અને 100 ગ્રામ પર 4,83,800 રૂપિચા છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો 22 કેરેટ સોનું 47,380 રૂપિયા પર વેંચાઈ રહ્યું છે. મુખ્ય શહેરોમાં સોનાની કિંમતની વાત કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47,150 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 51,430 રૂપિયા ચાલી રહી છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 47,380 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,380 રૂપિયા ચાલી રહી છે. કોલકાતામાં 22 કેરેટ સોનું 47,400 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 50,100 રૂપિયા છે. તો ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 45,350 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,490 રૂપિયા પર છે. આ કિંમત 10 ગ્રામ સોનાની છે.

ચાંદીનો (Silver) પ્રતિ કિલો 67,900 રૂપિયા ભાવ

તો આ તરફ ચાંદીની (Silver) વાત કરીએ તો, ચાંદીની (Silver) કિંમત 67,900 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 67,900 રૂપિયા પ્રતિ કિલો વેંચાઈ રહી છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 72,900 રૂપિયા પ્રતિ કિલો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.