નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, કોરોના વાયરસને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં આશરે એક ટકાનો ઘટાડો થઈ શકે છે, જ્યારે અગાઉ 2.5 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ હતો.
આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, જો પૂરતી આર્થિક રાહત આપ્યા વગર આર્થિક પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ વધારવામાં આવશે તો આ ઘટાડો વધુ થઇ શકે છે.