નવી દિલ્હી: શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે લોકડાઉન દરમિયાન શ્રમિકોની ફરિયાદોનો નિકાલ લાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોડલ ઓફિસર બનવાની સલાહ આપી હતી. તેમજ આ અધિકારીઓને મંત્રાલયના 20 કંટ્રોલ રૂમ સાથે સંકલન કરવા પણ કહેવામાં આવ્યું છે.
ગંગવારે આ સંદર્ભે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. કંટ્રોલરૂમમાં બે તૃતીયાંશ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી ફરિયાદોને કારણે તેમણે આ પત્ર લખ્યો હતો.
શ્રમ મંત્રાલયે લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો અને વેતન સંબંધિત સમસ્યાઓ વચ્ચે દેશભરમાં 20 કંટ્રોલ રૂમ બનાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત બાદ આ કંટ્રોલરૂમ્સ બનાવવામાં આવ્યા છે. જો કે સરકાર 20 એપ્રિલ પછી કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાંથી થોડી રાહત આપવાની પણ યોજના કરી રહ્યું છે.
શ્રમ મંત્રાલયના નિવેદન મુજબ શુક્રવારે ગંગવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ પ્રધાનોને પત્ર લખીને મજૂરોની ફરિયાદોના નિવારણ કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયત્નો વચ્ચે સંકલન કરવાની જરૂર છે તેમ પણ જણાવ્યું હતું.
શરૂઆતમાં, આ કંટ્રોલ રૂમોને ફક્ત મજૂરી સંબંધિત ફરિયાદોના નિવારણની જવાબદારી આપવામાં આવી હતી , પછીથી પરપ્રાંતિય મજૂરોની સમસ્યાઓ પણ તેમાં ઉમેરવામાં આવી. શુક્રવાર સુધીમાં આ 20 કંટ્રોલ રૂમો પર કુલ 2,100 થી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી લગભગ 1,400 ફરિયાદો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સંબંધિત છે.