નવી દિલ્હીઃ આગામી સામાન્ય બજેટ પહેલા કંપનીઓએ સ્ટાર્ટ અપ માટે પૂરતા નાણા અને વિનિર્માણ ક્ષેત્રની મદદ માટે પ્રોત્સાહન આધારિત ઉધારની સુવિધા જેવા ઉપાયો પર ભાર મુક્યો છે.
ધીમી પડતી અર્થ વ્યવસ્થાને વેગ આપવા માટે ઉપાયોને લઇને ઉદ્યોગોની આશા સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શુક્રવારે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે.
સિગમા વેન્ચર્સના પ્રબંધ ભાગીદાર અને સહ-સંસ્થાપક એન ભૂષણે કહ્યું કે, સ્ટાર્ટ અપ અને સુક્ષ્મ, લઘુ તેમજ MSME ઉદ્યોગોની શરૂઆત માટે પૂરતી મુડી અને ઇક્વિટી નાણાની સુવિધા વધારવા, વિનિર્માણ ક્ષેત્રને વેગ આપવા માટે સરળ અને પ્રોત્સાહન આધારિત ઉધારની સુવિધા નીતિ નિર્માતાઓ માટે પ્રાથમિક જરૂરિયાતોમાં સમાવેશ થવો જોઇએ.
ભૂષણે કહ્યું કે, "જેનાથી નવપ્રવર્તન અને ઉદ્યોગોને ગતિ મળશે." અમેજન સમર્થિત ટોન ટૈગના મુખ્ય કાર્યપાલક અધિકારી અને સહ-સંસ્થાપક કુમાર અભિષેકે કહ્યું કે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજનાથી સરળ લાઇસેંસ મંજૂરી, કરમાં કપાત તથા ન્યૂનતમ નિયામકીય હસ્તક્ષેપના રૂપમાં નિશ્ચિત રૂપથી સ્ટાર્ટ અપને લાભ મળ્યા છે, પરંતુ તેમ છતાં ઘણી સુધારાત્મક નીતિઓની જરૂર છે.
ઇંડિફી ટૅકનોલોજીના CEO અને સહ-સંસ્થાપક આલોક મિતલે કહ્યું કે, MSME માટે સરળ દેવાની સુવિધા આર્થિક વૃદ્ધિને વેગ આપવા તથા રોજગાર પેઢીના સંદર્ભે જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, આવનારા બજેટમાં નાણાકીય સેવાઓ સુધી પહોંચવા ખાસ નિર્ણયો લેવા તે સ્પષ્ટ છે. તેની સાથે જ ફિનટેક કંપનીઓને પણ ખૂબ જ સશક્ત બનાવવા જરૂરી છે.