- ડીઝલના ગ્રાહકો માટે આજે સતત ત્રીજા દિવસે સારા સમાચાર આવ્યા
- આજે સતત ત્રીજા દિવસે ડીઝલની કિંમતમાં (Diesel Price) 20 પૈસાનો ઘટાડો
- પેટ્રોલની કિંમતમાં (Petrol Price) આજે સતત 34મા દિવસે કોઈ ઘટાડો નહીં
નવી દિલ્હીઃ દેશમાં શુક્રવારે (20 ઓગસ્ટે) સતત ત્રીજા દિવસે ડીઝલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. એટલે કે છેલ્લા ત્રણ દિવસથી ડીઝલની કિંમત 60 પૈસા ઘટી છે. ત્યારે આજે 34મો દિવસ છે જ્યારે પેટ્રોલની કિંમતમાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો. ડીઝલની કિંમતમાં (Diesel Price) ત્યારે ઘટાડો આવી રહ્યો છે. જ્યારે કાચા તેલમાં આ મહિને ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઓગસ્ટના શરૂઆતના સપ્તાહમાં કાચા તેલમાં 9 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. અત્યારે ગુરૂવારે છેલ્લા વેપારી સત્રમાં વાયદા વેપારમાં કાચા તેલની કિંમત 166 રૂપિયાના ઘટાડા સાથે 4,708 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ હતી.
આ પણ વાંચો- સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 581 પોઈન્ટ તૂટ્યો
કાચા તેલની કિંમતમાં (Crude Oil Price) 3.36 ટકાનો ઘટાડો
વૈશ્વિક સ્તર પર ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (West Texas Intermediate in New York) કાચા તેલની કિંમત (Crude Oil Price) 3.36 ટકાના ઘટાડા સાથે 63.26 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. તો બ્રેન્ટ ક્રુડની કિંમત 3.05 ટકા ઘટીને 66.15 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
આ પણ વાંચો- LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો
જુઓ, કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની શું કિમત છે?
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
ગુજરાત | 98.59 | 96.34 |
દિલ્હી | 101.84 | 89.27 |
મુંબઈ | 107.83 | 96.84 |
કોલકાતા | 102.08 | 92.32 |
ચેન્નઈ | 99.47 | 93.84 |
બેંગલુરૂ | 105.25 | 94.65 |
ભોપાલ | 110.20 | 98.05 |
લખનઉ | 98.92 | 89.61 |
પટના | 104.25 | 95.01 |
ચંદીગઢ | 97.93 | 88.93 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.