ETV Bharat / business

Share Market News: સતત બીજા દિવસે ધબડકો, સેન્સેક્સ 568 પોઈન્ટ ઘટીને 58,000ની નીચે પહોંચ્યો

સપ્તાહના સતત બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 568.46 પોઈન્ટ (0.97 ટકા)ના ઘટાડા સાથે 57,897.43ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 150 પોઈન્ટ (0.86 ટકા)ના ઘટાડા સાથે 17,266.50ના સ્તર પર જોવા મળ્યો છે.

Share Market News: સતત બીજા દિવસે ધબડકો, સેન્સેક્સ 568 પોઈન્ટ ઘટીને 58,000ની નીચે પહોંચ્યો
Share Market News: સતત બીજા દિવસે ધબડકો, સેન્સેક્સ 568 પોઈન્ટ ઘટીને 58,000ની નીચે પહોંચ્યો
author img

By

Published : Nov 23, 2021, 9:44 AM IST

  • સપ્તાહના બીજા દિવસે ફરી એક વાર શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 568.46 અને નિફ્ટી (Nifty) 150 પોઈન્ટ ગગડ્યો
  • સેન્સેક્સ (Sensex) તો હવે 58,000ની પણ નીચે પહોંચી ગયો છે

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના સતત બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 568.46 પોઈન્ટ (0.97 ટકા)ના ઘટાડા સાથે 57,897.43ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 150 પોઈન્ટ (0.86 ટકા)ના ઘટાડા સાથે 17,266.50ના સ્તર પર જોવા મળ્યો છે. આ સાથે જ સેન્સેક્સ (Sensex) તો હવે 58,000ની પણ નીચે પહોંચી ગયો છે. આમ, દરરોજ સેન્સેક્સ ગગડતો જાય છે.

આ પણ વાંચો- Paytmના શેરોમાં કડાકો યથાવત, 2 દિવસમાં પ્રતિ શેર 850 રૂપિયાનું નુકસાન

આજે આ શેર્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર ટેલિકોમ કંપનીઓ (Telecom Companies), વેદાન્તા (Vedanta), લાયકા લેબ્સ (Lyka Labs), ફિનો પેમેન્ટ્સ બેન્ક (Fino Payments Bank), ત્રિવેણી ઈન્જ. (Triveni ENG)ના શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કહ્યું- જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજાર (Global Market) પર નજર કરીએ તો, એશિયન માર્કેટ (Asian Market)માં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty)માં 74.50 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ (Nikkei) 0.09 ટકાના વધારા સાથે 29,774.11ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં (Straits Times) 0.09 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.34 ટકાના ઘટાડા સાથે 17,742.57ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત હેંગસેંગ (Hangseng) 1.07 ટકાના ઘટાડા સાથે 24,684.90ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.